મુળધરાઈ કે.વી. શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિજ્ઞાન શિક્ષિકા દિપાલીબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિવિધ મોડેલ્સ તૈયાર કર્યા હતા.
.
કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ ચૌહાણ પ્રિયા અને વાઘાણી હસ્તીએ મહાન વૈજ્ઞાનિક સી.વી. રમણ વિશે માહિતીસભર વક્તવ્ય આપ્યા હતા. દિપાલીબેન ભટ્ટે વિદ્યાર્થીઓને ‘રામન અસર’ની શોધ અને તેના માટે મળેલા નોબલ પુરસ્કાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1987થી શરૂ થયેલી આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો અને મોડેલ્સનું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.





