ઉજાસનું પર્વ એટલે દિવાળી. હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી, અને આ દિવાળીના પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો તહેવાર કોઈ પણ હોય, તેને અલગ રીતે મનાવવો એ રાજકોટની આગવી ઓળખ છે. તેમાં પણ દિ
.
બે વર્ષથી આતશબાજીનો સમય 15 મિનિટ વધારાયો રાજકોટમાં દિવાળીનો ઉજાસ પથરાઇ ગયો છે અને દિપોત્સવ છે, ત્યારે આજે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રેસકોર્સ મેદાન સ્થિત માધવરાય સિંધિયા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આતશબાજીમાં અનેક અવનવી વેરાયટીના ફટાકડાથી રેસકોર્સનું આકાશ કલરફુલ બની ગયું હતું. અત્યાર સુધી 45 મિનિટ સુધી ચાલતી આતશબાજી છેલ્લા બે વર્ષથી 60 મિનિટ સુધી ચાલી હતી, જેને રાજકોટવાસીઓએ નિહાળી હતી. નાના બાળકોથી લઇ મોટેરાઓએ આ આતશબાજીનો પૂરેપૂરો આનંદ માણ્યો હતો.
ધનતેરસના શુભ દિવસે આતશબાજી આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળી હતી. આજે ધનતેરસના શુભ દિવસે આતશબાજીનું ઉદઘાટન પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાના હસ્તે કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને મેયર નયનાબેન પેઢડીયા સહિત ધારાસભ્યો, નેતાઓ, આગેવાનો અધિકારીઓ આ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ પણ આ આતશબાજી નિહાળવા ઉમટી પડ્યા હતા.
ક્યાં ક્યાં ફટાકડાથી આતશબાજી?
- કોમેટ
- માઇન્સ
- એરિયલ શોટ
- 240 મલ્ટિકલર શોટ
- 120 મલ્ટિકલર શોટ
- 100 ક્રેકલિંગ શોટ
- 100 મ્યુઝિકલ શોટ
- 100 સાયરન શોટ
- 200 ફુટ નાયગ્રા ફોલ્સ
- હેપ્પી દિવાળી લાઇટિંગ બોર્ડ
- પીકોક
- થ્રી ઇન વન ખજુરી (ટ્રી)
- સુર્યમુખી (ટ્રી)
- પામ (ટ્રી)
- ગોલ્ડન સ્ટાર (ટ્રી)
- ઇલે. ખજુરી (ટ્રી)
- અશોક ચક્ર (ટ્રી)
- બિગ સ્પાર્કલ
એક કરોડના ખર્ચે દિવાળી કાર્નિવલની ઉજવણી ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રેસકોર્સ રિંગરોડ પર ભવ્ય લાઇટિંગ, સાઉન્ડ, લેશર શો સહિતનું આયોજન કરવામાં આવ્યું છે અને રેસકોર્સ રિંગરોડ ફરતે રાજકોટના લોકો દ્વારા અવનવી રંગોળીઓ પણ દોરવામાં આવી છે. આ બધા વચ્ચે લગભગ અંદાજે એક કરોડનો ખર્ચ તંત્ર દ્વારા દિવાળી કાર્નિવલની ઉજવણીમાં કરવામાં આવ્યો છે.