દર વર્ષે કન્યા સંક્રાંતિના દિવસે ભગવાન વિશ્વકર્માની જન્મજયંતી ઉજવવામાં આવે છે. કન્યા સંક્રાંતિ એટલે સૂર્યનો સિંહ રાશિમાંથી કન્યામાં પ્રવેશ. સૂર્યના રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહે છે. આજે તારીખ 17 સપ્ટેમ્બરના રોજ શ્રી વિશ્વકર્મા જયંતીની ઉજવણી ખોડીયાર ન
.
શ્રી વિશ્વકર્મા સમાજ વડોદરા દ્વારા દર વર્ષેભગવાન વિશ્વકર્માની જન્મજયંતી નિમિત્તે શ્રી વિશ્વકર્મા ભગવાનની વિશેષ પૂજા કરવામા આવી હતી. જેમાં વિશ્વકર્મા મહિમાનો પાઠ કરવામાં આવ્યો હતો. સવારથી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભજન કીર્તન દ્વારા શ્રી વિશ્વકર્મા ભગવાનનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સાંજે સમાજના તેમજ ખોડીયાર નગર વિસ્તારના ધાર્મિક ભક્તો માટે વિશેષ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લઈને શ્રી વિશ્વકર્મા જયંતીની પૂજાનો લાભ લઈને ધન્ય થયા હતા.
ભગવાન વિશ્વકર્મા દેવતાઓના શિલ્પકાર છે. તેમની જન્મજયંતી પર યંત્ર, સાધનો અને વાહનોની પૂજા કરવામા આવે છે. ભગવાન વિશ્વકર્મા સાથે જોડાયેલી ખાસ વાતો વિશ્વકર્માપૂજા એ મશીનરી, સાધનો, વાહનો વગેરે ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે એક મોટો તહેવાર છે. આ દિવસે આ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો પોતાનું કામ બંધ રાખે છે અને પુજા, હવન, ભજન દ્વારા વિશેષ પુજન કરવામા આવે છે.