વિરાટ પાઠક વડોદરાની બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અંતર્ગત ખાતાધારકોએ 2024-25માં વ્યાજ કપાત બચાવવા 15-એચ ફોર્મ ભર્યું હોવા છતાં બેન્કે અનેક ખાતાધારકોનાં ખાતામાંથી ટેક્સ પેટે 10 હજાર સુધીની રકમ કાપી લીધી હતી. જેને પગલે સિનિયર સિટ
.
મારું અને મારી પત્નીનું સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અંતર્ગત ખાતું છે. 2024-25માં વ્યાજ ન કપાય તે માટે ફોર્મ ભર્યું હતું. છતાં અમારા ખાતામાંથી 8 થી 10 હજાર કપાઈ ગયા છે. ગત વર્ષે પણ આ રીતે રૂપિયા કપાઈ ગયા હતા, જે રૂપિયા હજુ સુધી પાછા મળ્યા નથી. > મહેન્દ્ર પટેલ, ગ્રાહક
રૂપિયા કપાયા હશે તો ખાતામાં પરત જમા થશે
2024-25માં ટેક્સ ન કપાય તે માટે ફોર્મ ભર્યું હશે અને છતાં ટેક્સ કપાયો હશે તો તે ખાતાધારકોને તેમના ખાતામાં રૂપિયા જમા કરી દેવામાં આવશે. આ કોઈ ટેક્નિકલ ભૂલને કારણે થયું હોઈ શકે છે. > નદીમ રિયાઝ અંસારી, ડે.ઝોનલ મેનેજર, બીઓઆઇ