રાષ્ટ્રના 76માં પ્રજાસત્તાક પર્વ-26મી જાન્યુઆરી-2025ની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે થશે. 26મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ
.
રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે:
કેબિનેટ મંત્રીઓ 1.કનુભાઈ દેસાઈ – વલસાડ 2. ઋષિકેશ પટેલ – બનાસકાંઠા 3. રાઘવજીભાઈ પટેલ – રાજકોટ 4. બળવંતસિંહ રાજપૂત – મહેસાણા 5. કુંવરજીભાઈ બાવળિયા – બોટાદ 6. મુળુભાઈ બેરા – જામનગર 7. ડૉ. કુબેરભાઈ ડીંડોર – ભાવનગર 8. ભાનુબેન બાબરિયા – અમદાવાદ રાજ્ય કક્ષાના મંત્રીઓ 9. હર્ષ સંઘવી – ગાંધીનગર 10. જગદીશ વિશ્વકર્મા – ખેડા 11. પરશોત્તમભાઈ સોલંકી – ગીર સોમનાથ 12. બચુભાઈ ખાબડ – દાહોદ 13. મુકેશભાઈ પટેલ – નવસારી 14. પ્રફુલ પાનશેરીયા – સુરત 15. ભીખુસિંહજી પરમાર – છોટા ઉદેપુર 16. કુંવરજીભાઈ હળપતિ – ભરૂચ
આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરોના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.