સુરત ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો 68મા મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે સ્વયમ સૈનિક દળ SSD દ્વારા રાજ્ય સ્તરીય કાર્યક્રમ યોજાયો હતો.
.
આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી અંદાજિત 300 થી વધારે બસો 1000 જેટલી કાર તથા 200 જેટલી બાઈક સાથે શ્યામધામ મંદિરથી કાપોદ્રા હીરાબાગ સર્કલ જીઆઇડીસી બ્રિજ ગજેરા સ્કૂલ સર્કલ અમરોલી બ્રિજ માન સરોવર ઉત્તરાયણ બ્રિજ વીઆઇપી સર્કલ પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને માન વંદના આપવામાં આવી. તથા ત્યાંથી પદયાત્રા રેલી રૂપે કેપિટલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સભા યોજવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.