ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત ભાઈઓ અને બહેનો માટે રાજ્યકક્ષાની ટેબલ – ટેનિસ રમતની અં. 11, 14, 17, અબવ 40 અને 60 વય જૂથના ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકૂલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સિદસર રોડ, ભાવનગર ખાતે તા.22-4-25 થી તા.૨-5-25 દર
.
જેમાં ઓપન વયજુથ,અબવ 40 અને 60 વયજૂથના ભાઈઓ તથા બહેનો માટે રિપોર્ટિંગનો સમય તા.22 થી 24 સુધી સાંજે 4 થી 8 સુધીનો રહેશે. આ વયજૂથના ભાઈઓ – બહેનો માટે તા.23-4-25 એ સિંગલ,તા.24-4-25 એ ડબલ્સ અને તા.25-5-25 એ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં સ્પર્ધા યોજાશે. અંડર-11 ની વયજુથના ભાઈઓ – બહેનો માટે રિપોર્ટિંગનો સમય તા.25ના સાંજે 4 થી 8 સુધીનો રહેશે. આ વયજૂથના ભાઈઓ – બહેનો માટે તા.26-4-25 થી સિંગલ ઇવેન્ટમાં સ્પર્ધા યોજાશે. અંડર-14 ની વયજુથના ભાઈઓ – બહેનો માટે રિપોર્ટિંગ સમય તા.27 ના સાંજે 4 થી 8 સુધીનો રહેશે. આ વયજૂથના ભાઈઓ – બહેનો માટે તા.28 થી ટીમ અને સિંગલ્સ ઇવેન્ટમાં સ્પર્ધા યોજાશે.
અંડર-17 ની વયજુથના ભાઈઓ – બહેનો માટે રિપોર્ટિંગ સમય તા.29 ના સાંજે – 4 થી 8 કલાક સુધીનો રહેશે. આ વયજૂથના ભાઈઓ – બહેનો માટે તા.30 થી ટીમ અને સિંગલ્સ ઇવેન્ટમાં સ્પર્ધા યોજાશે.