હાલમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે,જેને લઇને દારૂની ડિમાન્ડ સામે સપ્લાય વધી છે.નવસારી હાઈવે ઉપરથી વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દારૂનો જથ્થો હેરાફેરી થાય છે જેને રોકવા માટે સ્થાનિક પોલીસ સાથે એસ.એમ.સી ની ટીમ પણ સતત સક્રિય હોય છે નવસારી હાઇવે ઉપરથ
.
નવસારી બોરીયાચ ટોલ નાકા નજીકમાં મુબઇ થી અમદાવાદ જતા નેશનલ હાઇવે નં-48 ઉપર થી અશોક લેલેન્ડ ટેમ્પોમાં દારૂનો જથ્થો પસાર થતો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ હેડ કોન્સટેબલ લાખાભાઇ રામાભાઇ ઘાંઘરને થઈ હતી. જેના આધારે સ્ટાફ સાથે હાઇવે ઉપર વોચ ગોઠવતા બાતમી વાળો ટેમ્પો આવતા તેમાંથી 15,03,936 ની કિંમતની 8568 દારૂની બોટલ સાથે 12 લાખના ટેમ્પો સાથે કુલ 29,09.063 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ટેમ્પો ડ્રાઇવર નાનબાબુ રામગોપાલ સોની ની ધરપકડ કરવામાં આવી છે,સાથેજ સાગર નામના ઇસ અમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. કેસની તપાસ કરણદેવી પીએસઆઇ અમરસિંહ ચૌહાણને સોંપવામાં આવી છે.દિવાળીના સમય નવસારી જિલ્લામાં એસ.એમ.સી ની ટીમે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપવાની શરૂઆત કરાવતા જિલ્લાના તમામ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.