ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC દ્વારા તા. 22 ડિસેમ્બર- 2024 રવિવારના રોજ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પ્રિલીમરી પરીક્ષા પાટણ સહિત રાજયના તમામ 33 જિલ્લાઓના કુલ 754 પેટા કેન્દ્રો પર સરું થઈ હતી ત્યારે પાટણ, સિધ્ધપુર, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાના કુલ 23 પ
.
પાટણ જિલ્લામાં 6434 ઉમેદવારો રાજ્ય વેરા નિરીક્ષકની આ પરીક્ષા આપનાર છે. આ પરીક્ષા માટે પાટણ જિલ્લામાં પાટણ, સિધ્ધપુર, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાના કુલ 23 પરીક્ષા કેન્દ્રો પર 269 બ્લોકમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પાટણમાં 15 કેન્દ્રો , સિધ્ધપુરમાં 3, ચાણસ્મામાં 2 અને સરસ્વતી તાલુકામાં 3 કેન્દ્રો ખાતે આ પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે પરીક્ષા સમય ના અડધો કલાક પહેલા ઉમેદવારો ને ચેકીગ કરી પરીક્ષા કેન્દ્ર પ્રવેશ આપવા આવ્યો હતો. પાટણ જિલ્લા કલેકટરના કો-ઓર્ડીનેશન નીચે નાયબ કો. ઓર્ડીનેટર તરીકે જિલ્લા શિક્ષણાધિકારી સમગ્ર પરીક્ષાનું સંચાલન અને દેખરેખ સાભળી રહ્યા છે.