સુરતના સરથાણામાં એક દીકરાએ સમગ્ર પરિવાર પર ઘાતકી હુમલો કર્યાની ઘટનાથી શહેરભરમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ આરોપી સ્મિતે આત્મહત્યા કરવાનું નાટક કર્યું ને હવે પોલીસ તપાસમાં પણ સહકાર આપી રહ્યો નથી. હાલ પોતે પણ માતા-પિતા સાથે હોસ્પિટલમાં દાખલ છે. આરોપ
.
7 મહિનાથી શેરબજારમાં નુકશાની ઝઘડતો હતો પૂછપરછ દરમિયાન પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, ‘પુત્ર કોઈ સાથે વાત કરતો નહોતો, ફક્ત ઝઘડતો હતો અને પત્નીને પણ મારતો હતો. છેલ્લા સાત મહિનાથી શેરબજારમાં નુકશાની જતા ઘરમાં અવારનવાર ઝઘડા કરતો હતો.’
પોલીસ તપાસમાં આરોપીનો સહકાર નહી બીજી તરફ પોલીસ જ્યારે પણ આરોપી સ્મિતની પૂછપરછ કરવા હોસ્પિટલ જાય છે ત્યારે એક જ વાત તે કરી રહ્યો છે કે, ‘તે ગળામાં તકલીફના કારણે સારી રીતે બોલી નથી શકતો..’ જોકે, તપાસમાં એ પણ સામે આવ્યું કે, આરોપી સ્મિત સંપૂર્ણપણે સ્વસ્થ હોવા છતાં ડૉક્ટરો અને પોલીસની સામે તકલીફમાં છે એવું નાટક કરી રહ્યો છે.
તણાવપૂર્ણ વાતાવરણ હત્યાકાંડ સર્જાવા પાછળનું કારણ બન્યું પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી તો એવી માહિતી મળી છે કે, શેરબજારમાં નુકશાની, પારિવારિક વિવાદ અને મનમોટાવના કારણે આરોપી સ્મિતે આ જીવલેણ પગલું ભર્યું હતું. લાંબા સમયથી ચાલી રહેલા પત્ની અને માતા વચ્ચે સતત નાના-મોટા મુદ્દાઓ પર ઝઘડાઓ, પિતા સાથેના તણાવપૂર્ણ સંબંધો આ હત્યાકાંડ સર્જાવા પાછળ કારણભૂત બન્યા છે.
દેવું થઈ જતા લોકો પાસે પૈસા માંગતો થયો વધુમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપી છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો, જેના કારણે ત્રણથી ચાર લોકો પાસેથી પાંચ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. તદુપરાંત કેનેડામાં રહેતી પોતાની બહેન પાસેથી પણ દોઢ લાખ રૂપિયા ઉછીના લીધા હતા પણ માતા-પિતાને આ અંગે જાણ કરી નહોતી. જોકે, તેણે પોતાની મર્યાદિત આવકના કારણે શેરબજારમાં રોકાણ કરીને થોડી કમાણી કરવાનો પ્રયાસ કર્યો પણ આર્થિક રીતે ભાંગી પડ્યો ને માથે દેણું થઈ ગયું. પરિવારના મતે, એક સમયે તેનો ઘરમાં 5થી 6 લાખ સુધીનો રોકડ ફાળો રહેતો હતો પણ હવે તે અન્ય લોકો પાસેથી 1.5-2 લાખ માંગતો હતો. પહેલા તે આર્થિક રીતે મજબૂત હતો પણ વ્યવસાયમાં સતત નુકશાન અને પૈસાની તંગીને કારણે તે માનસિક તાણમાં હતો.
શું હતી ઘટનાની વિગત? શુક્રવારે વહેલી સવારે, જ્યારે પરિવારના સભ્યો સૂતા હતા, ત્યારે આરોપી સ્મિતે રસોડામાં રાખેલા ચાકુથી પહેલા પોતાની પત્ની અને પછી પુત્ર પર હુમલો કર્યો, જેના પરિણામે બંનેનું મોત થયું. ત્યારબાદ તે પોતાની માતા અને પિતા પર પણ હુમલો કરવા પહોંચ્યો. ગળા પર ચાકુના ઘા ઝીંકવાથી માતા-પિતા ગંભીર રીતે ઘાયલ થયા. માતા ઘરની બહાર નાસીને પાડોશીઓને બોલાવ્યા, જેના કારણે પાડોશીઓ એકત્રિત થયા અને 108 એમ્બ્યુલન્સની મદદથી તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ આરોપીએ આત્મહત્યા કરવાના નાટક સાથે પોતાની ઈજાઓને બતાવવાનું નાટક કર્યું.