રમતા રમતા બાળકો વચ્ચે થયેલી તકરારે ઉગ્ર સ્વરૃપ ધારણ
કર્યું
પોલીસે સઘન સલામતી વ્યવસ્થા ગોઠવી દીધી : બંને પક્ષે સામ સામે ૨૨ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો ઃ શહેરમાં ભારેલા અગ્નિજેવી સ્થિતિ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં ગઈકાલે રાત્રે બે કોમના
બાળકો વચ્ચે રમવા બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું અને રાત્રે
બંને પક્ષો સામ સામે આવી જતા પથ્થરમારો થયો હતો અને વાહનોમાં પણ તોડફોડ થઈ હતી. જે
મારામારીમાં છ વ્યક્તિઓ ઘાયલ થયા હતા ત્યારે આ મામલે હાલ પોલીસે બંને પક્ષે ફરિયાદ
લઈને ૨૨ વ્યક્તિઓ સામે નામજોગ ગુનો દાખલ કર્યો હતો.
દહેગામ શહેરમાં ગઈકાલે રાત્રિના સમયે બે ટોળા સામ સામે આવી
ગયા હતા અને પથ્થરમારો થતા સ્થિતિ વણસી હતી. ઘટનાની જાણ થતા દહેગામ પોલીસ ઉપરાંત
આસપાસના વિસ્તારમાંથી પણ મોટો કાફલો અહીં ઉતારી દેવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ
થાળે પાડવા માટે પ્રયાસ શરૃ કરવામાં આવ્યા છે. જોકે હાલ દેહગામ પોલીસ દ્વારા બંને
પક્ષે પોલીસ ફરિયાદ લેવામાં આવી હતી. જેમાં ઉગમણો ઠાકોર વાસમાં રહેતા બળદેવભાઈ
ભીખાભાઈ ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે,
ઠાકોર સમાજના સમુહ લગ્નનો પ્રસંગ હોવાથી ગઈકાલે તેઓ દહેગામ બ્રહ્માણીનગર સામે
આવેલ ડી.સી.અમીનની જગ્યામાં સાફ સફાઈ કરાવતા હતા. તે વખતે મહોલ્લાના બાળકો ત્યાં
રમતા હતા. જ્યાં અન્ય મહોલ્લાના ત્રણ બાળકો પણ ત્યાં રમતા હતા અને કોઈ કારણસર
બાળકો અંદરો અંદર ઝઘડવા લાગતા તમામ બાળકોને ઠપકો આપી છુટા પાડયા હતા.બાદમાં ગઈકાલે
રાતના બળદેવભાઈ, જતીન
કૌશિકભાઈ ઠાકોર તથા સાગર ભીખાજી ઠાકોર ઠાકોર વાસના ચોકમાં ઉભા હતા. તે સમયે
ઈરફાનખાન અશરફખાન પઠાણ, સિરાજમીયા
મહેમુદમીયા શેખ, અરકાન
ઈરફાનખાન પઠાણ, તનવીર
ઈરફાનખાન પઠાણ, રૃબીનાબીબી
સિરાજમીયા શેખ, અલફેઝ
શકીલખાન પઠાણ, ઉંમર
ફારૃક ઉર્ફે જોનુ સાબીરમીયા ફકીર,
તૌફીક ઉર્ફે પોડુ તથા જીસાન આસીકમીયા પઠાણ, ઈરફાન મહેમુદમીયા શેખ,
અયાઝ કાળુભાઈ શેખ તથા યામીર નાસીરખાન પઠાણ સહિતનું ટોળું ધોકા, તલવાર, લોખંડની પાઈપ
લઈને ધસી આવ્યું હતું અને મહોલ્લાના બાળકોને કેમ ધમકીઓ આપતો કહી હૂમલો કર્યો હતો.
એકદમ પથ્થર મારો શરુ કરી કાચની બોટલો છુટી મારવા લાગ્યા હતા. તો ઇરફાનખાન અશરફખાન
પઠાણે ફરિયાદ નોંધાવી હતી કે,
તેમનો દીકરો સાંજના સમયે મોપેડ શિખતો હતો. ત્યારે બાઈક લઈને નીકળેલા ભરતસિંહ
પુંજાજી ઠાકોરે ત્યાં મોપેડ શીખવા બાબતે ગાળો બોલી હતી. બાદમાં ઇરફાનખાન તેમની
બહેન રૃબીનાબેન, બનેવી
સિરાજભાઇ અને મોટો ભાણિયો ઘરે ઉપરના માળે બેઠા હતા. તે સમયે ઘર આગળ બૂમાબૂમ થતાં
બહાર દોડી આવ્યા હતા. જ્યાં ભરતસિંહ પુંજાજી ઠાકોર, ભરતજી કે,
ઠાકોર, પ્રભાતસિંહ
ઉર્ફે પભો ઠાકોર, ટીનાજી
ઠાકોર, વિજયસિંહ
અમરસિંહ ઠાકોર, રાકેશ
પ્રહલાદજી ઠાકોર, અજયસિંહ
પ્રહલાદજી ઠાકોર, વિકાસસિંહ
રોહિતસિંહ ઠાકોર, સતિષ
બાબુજી ઠાકોર તેમજ બળદેવસિંહ અમરસિંહ ઠાકોર હાથમાં લાકડી, પાઈપ, પત્થરો, ફરસી તથા કાચની
બોટલો લઇને આવી વાસની સ્ટ્રીટલાઇટો બંધ કરી દીધી હતી અને પથ્થરમારો શરૃ કરી દીધો
હતો.