રાજુલા શહેરમાં આજે પથ્થરમારાની ઘટના સામે આવી છે. વાવેરા રોડ ઉપર બે અલગ-અલગ કોમ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એક જૂથનું બાઈક પણ સળગાવી દેવાયું હતું. આ ઘટનામાં 5 લોકોને ઈજાઓ પહોંચી હતી. જેથી તમામને સારવાર માટે અલગ- અલગ
.
રાજુલામાં ધૂળેટીના તહેવાર વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. બે અલગ-અલગ કોમ વચ્ચે બોલાચાલી થયાં બાદ પથ્થરમારો થયો હતો. એક જૂથનું બાઈક પણ સળગાવી દેવાયું હતું. જોકે, બાઇક ઉપર ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો. આ મારમારીની ઘટનામાં 5 લોકોને ઈજા પહોંચી છે. હાલ તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
પોલીસનો ચુસ્તબંદોબસ્ત ગોઠવાયો આ ઘટનાની જાણ થતાં સાવરકુંડલા એ.એસ.પી.વલય વૈદ્ય તેમજ રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. બીજી તરફ બંને જૂથોની સામે સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



