બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારની સૂચના અનુસાર માથાભારે તત્વો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
.
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયાના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસે કાર્યવાહી કરી છે. મારામારી અને હથિયારધારાના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી દિપકભાઈ ઉર્ફે ડી.ડી. દિનેશ મકવાણા સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
આરોપી રાણપુરના મેઘાણીનગર વિસ્તારનો રહેવાસી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જીન્સી રોયે પાસા દરખાસ્ત મંજૂર કરી અટકાયત વૉરંટ ઇસ્યુ કર્યું હતું. બોટાદ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી.સોલંકી અને તેમની ટીમે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીને પાસા વૉરંટની બજવણી બાદ પાલનપુર જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યો છે.