નવી શિક્ષણ નીતિમાં વિજ્ઞાન અને સંશોધનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ઝેનીથ શાળાએ એક નવતર પહેલ કરી છે. શાળાના વિદ્યાર્થીઓ સરળ વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોને ઊંડાણપૂર્વક સમજી રહ્યા છે.
.
વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે તેમને તાર્કિક વિચારસરણી અપનાવતા શીખવવામાં આવી રહ્યું છે. તેઓ દરેક ઘટના કે પ્રક્રિયા પાછળના કારણોને સમજવા માટે ચાર મુખ્ય પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરે છે – પ્રક્રિયા કેવી રીતે થાય છે, કોઈ ઘટના કેમ બની, તેનું પરિણામ શું આવશે અને શું થવું જોઈએ.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/11/a57b89cc-8b80-4eb6-928d-db7b78140c9b_1739256079639.jpg)
આ પદ્ધતિશાસ્ત્રના કારણે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ થઈ રહ્યો છે. તેઓ માત્ર પુસ્તકિયા જ્ઞાન પર આધારિત ન રહેતા, પ્રયોગાત્મક અભિગમ દ્વારા વિજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ નવીન શિક્ષણ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, સંશોધન વૃત્તિ અને તાર્કિક વિચારશક્તિનો વિકાસ થઈ રહ્યો છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/11/42b42bcd-dea4-4a3d-b883-37c49ba3c6c6_1739256068522.jpg)