બોટાદમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી તેમજ જિલ્લા પોલીસ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મહિલા પોલીસ સ્ટેશન, રૂરલ પોલીસ સ્ટેશન અને સખી વન સ્ટોપ
.
જિલ્લા કલેક્ટર જીન્સી રોય, જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ. મન્સૂરી અને જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બલોલીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની કામગીરી અને મહિલાલક્ષી કાયદાકીય માહિતી આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને છેડતી, ઘરેલું હિંસા, ગુડ ટચ-બેડ ટચ જેવા મુદ્દાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા. સાથે જ 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 112, 100, 1930 જેવી હેલ્પલાઇન વિશે પણ માહિતી આપવામાં આવી. SHE ટીમની કામગીરી અને સખી વન સ્ટોપ સેન્ટરની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી.
કાર્યક્રમના અંતે બાળકોને સેન્ટરના સ્ટીકરો અને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ બોટાદ જિલ્લા પોલીસ અને જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરીનો આભાર વ્યક્ત કર્યો હતો.