કચ્છ (ભુજ )5 મિનિટ પેહલા
- કૉપી લિંક
કચ્છમાં ટકરાયેલા બીપોરજોય વાવાઝોડાને છ માસનો સમય વીતી ગયો છે, આ ચક્રવાતના આગમન પૂર્વે વહીવટી તંત્ર દ્વારા સલામતી અંતર્ગત અનેક પગલાંઓ લેવામાં આવ્યા હતા. તેમાં અનેક સંભવિત ભયજનક સ્થળેથી વીજ તંત્ર દ્વારા કેબલ ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી. આ જ પ્રકારની એક કામગીરી ભુજ તાલુકાના ધુમરાસર શેખ ગામ પાસે દક્ષિણ વાડી વિસ્તારના ત્રિમૂખા વિસ્તાર ઉપર આવેલા પાણી પુરવઠાના સ્તંભ હાઉસ ઉપરથી પણ કેબલ ઉતારવામાં આવ્યાં હતા. જો કે, ચક્રવાતને છ માસનો સમય વીતી ગયો હોવા છતાં ઉતારાયેલા કેબલો ફરી લગાવ્યા નથી. જેના કારણે નજીકની પ્રાથમિક શાળામાં વીજ પ્રવાહના અભાવે પાણી પહોંચતું નથી. આ મામલે નિવારણની માગ સાથે શાળાના આચાર્ય દ્વારા ભુજ પીજીવીસીએલ કચેરી ખાતે વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે.
આ વિશે ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામની દક્ષીણ વાડી વિસ્તાર