- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- Students Were Herded Into Vans Like Sheep.17 Children Crammed Into School Van In Vadodara; Gallatalla Asking For Permission Letter, Video Viral
વડોદરા2 કલાક પેહલા
- કૉપી લિંક
વડોદરામાં 18 જાન્યુઆરીના રોજ હરણી લેક બોટ દુર્ઘટનામાં 12 માસુમ બાળકો અને બે શિક્ષિકાના ડૂબીને મોત નીપજ્યાં હતાં. આ ઘટના બાદ પણ બાળકોની સલામતીને લઈ તંત્ર, સ્કૂલો અને વાલીઓ ઉદાસીન જોવા મળી રહ્યાં છે. કેમ કે, વિદ્યાર્થીઓની સલામતીના લીરેલીરા ઉડાવતો વીડિયો સામે આવ્યા છે. જેમાં વડોદરાના વડીવાડી વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ વિદ્યાલયમાં આવતી સ્કૂલવાનમાં કેપેસિટીથી વધુ બાળકોને ઠાંસી ઠાંસીને બેસાડવામાં આવ્યા હતાં. આ મામલે જાગૃત નાગરિકે સ્કૂલની પરમિશનનો લેટર માંગતા વાનચાલકોએ ગલ્લાતલ્લા કર્યા હતાં. અહીં સવાલ એ થાય છે કે, શું સ્કૂલના તંત્ર અને વાલીઓને આ ઘટના અંગેની કોઈ જ જાણ નહીં હોય?
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 15