અમદાવાદ4 કલાક પેહલા
- કૉપી લિંક
શહેરના જોધપુર ચાર રસ્તા પાસે આજે મોડી રાત્રે કારમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા એક ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક સ્થળ પર રવાના થઈ હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. કારમાં સવાર વ્યક્તિ બહાર નીકળી ગયો હતો. આગમાં કોઈ જાનહાની ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આગના પગલે રોડ પર ટ્રાફિક જામ થયો હતો અને એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
એન્જિનમાં આગ લાગતા આખી કાર સળગી ફાયર બ્રિગેડમાંથી મળતી