સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ડ્રાફ્ટ ટી.પી.સ્કીમને અંતિમ કરવાની કાર્યવાહીના ભાગરૂપે નગર રચના અધિકારી દ્વારા સુરત મહાનગરપાલિકાના વેસ્ટ (રાંદેર) ઝોનમાં સમાવિષ્ટ 60 મીટર પહોળાઈના સુરત-હઝીરા મુખ્ય રોડને લાગુ પાલ વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમ નં.74 (પાલ)ની
.
જેમાં મુખ્યત્વે સુરત મહાનગરપાલિકાને એકજથ્થે, નિયમિત આકારમાં જાહેર હેતુ માટેના અનામત અંતિમખંડો મળી રહે તે મુજબ આયોજન કરવા નગર રચના અધિકારીને સૂચન કરવામાં આવેલ છે તેમજ ટી.પી.સ્કીમમાં સમાવિષ્ટ મહત્વના રોડને લાગુ વિસ્તારના રોડ સાથે કંટીન્યુટી જળવાઈ રહે તે મુજબ આયોજન કરવા સૂચન કરવામાં આવી છે. ટી.પી.સ્કીમ નં.74 (પાલ) તાપી નદી કિનારે સ્થિત સ્કીમ છે. ટી.પી.સ્કીમ નં.74 (પાલ)ના ઝડપી વિકાસથી સ્કીમને લાગુ નદી કિનારે સૂચિત બેરાજ, સૂચિત તાપી રીવરફ્રન્ટ પ્રોજેક્ટ, સૂચિત પાળા બનાવવા વિગેરે જેવા મહત્વકાંક્ષી અને બહુહેતુક પ્રોજેક્ટોના વિકાસને વેગ મળશે તેમજ પ્રોજેક્ટોનો સરળતથી અમલ કરી શકાશે.
ટી.પી.સ્કીમ નં.74 (પાલ)ની પ્રારંભિક યોજનાના એવોર્ડ પહેલાની દરખાસ્તમાં 60 મી, 30 મી., 18 મી. પહોળાઈના રોડનું અંદાજીત કુલ ક્ષેત્રફળ:1,37,881 ચો.મી. સૂચવવામાં આવી છે.તેમજ અંદાજીત ક્ષે. 68,624 ચો.મી. ના અલગ અલગ જાહેરહેતુના કુલ-14 અનામત અંતિમખંડોનું આયોજન કરેલ છે. ટી.પી.સ્કીમ નં. 62 (ડીંડોલી-ભેસ્તાન-ભેદવાડ) ની પ્રારંભિક યોજનાના એવોર્ડ પહેલાની દરખાસ્તમાં 60 મી., 45 મી, 24 મી., 18 મી. કે તેથી ઓછી પહોળાઈના રોડનું અંદાજીત કુલ ક્ષેત્રફળ: 4,42,512 ચો.મી. સૂચવવામાં આવેલ છે તેમજ અંદાજીત કુલ ક્ષે:4,06,765 ચો.મી. ના અલગ અલગ હેતુના કુલ 47 અનામત અંતિમખંડોનું આયોજન કરેલ છે. ટી.પી.સ્કીમ નં. 35 (કુંભારિયા-સારોલી-સણીયાહેમાદ-દેવધ) ની પ્રારંભિક યોજનાના એવોર્ડ પહેલાની દરખાસ્તમાં 60 મી., 45 મી, 24 મી., 18 મી. કે તેથી ઓછી પહોળાઈના રોડનું અંદાજીત કુલ ક્ષેત્રફળ:6,42,531 ચો.મી. સૂચવવામાં આવી છે.તેમજ અંદાજીત કુલ ક્ષે: 5,72,108 ચો.મી.ના અલગઅલગ હેતુના કુલ 152 અનામત અંતિમખંડોનું આયોજન કરેલ છે.
ટી.પી.સ્કીમોને પ્રિલીમીનરી ટી.પી.સ્કીમ મંજુર કરતા પૂર્વે નગર રચના અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવેલ એવોર્ડ પહેલાની દરખાસ્તો અન્વયેનો પરામર્શ પાઠવવાથી, ટી.પી.સ્કીમો ઝડપથી પ્રિલીમીનરી ટી.પી.સ્કીમ તરીકે મંજુરી થઈ શકશે. સદર વિસ્તાર અતિ ઝડપથી વિકાસ પામી રહ્યા છે. જેનાથી વિસ્તારનું સુવ્યવસ્થિત આયોજન કરી આયોજનબદ્ધ વિકાસ કરી શકાશે તથા યોગ્ય રોડ નેટવર્કનું આયોજન કરી, કબ્જા મેળવી શકાશે, જેના પર પાણી, ગટર, સ્ટ્રીટલાઇટ, સ્ટ્રોમડ્રેઇન જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાશે તથા પ્રજાલક્ષીકામોને વેગ મળશે. તથા સદર ટી.પી.સ્કીમમાં વિવિધ જાહેર હેતુ માટે સૂચવેલ અનામત અંતિમખંડો જેવા કે, પ્રાથમિક સુવિધાઓ માટે સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા જાહેર જનતાની સુવિધા હેતુસર ગાર્ડન, પાર્કીગ તેમજ સામાજીક તથા આર્થિક રીતે નબળાવર્ગના લોકો માટે એસ.ઇ.ડબલ્યુ.એસ હેતુના પ્લોટોના આયોજન થવાથી જાહેરજનતા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાશે.