ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી બે દિવસમાં બીજી આત્મહત્યાનો પ્રયાસ નોંધાયો છે. એક યુવકે નર્મદા નદીમાં છલાંગ લગાવી હતી. સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકરોની ત્વરિત કાર્યવાહીથી યુવકનો જીવ બચી ગયો છે.
.
સેવાભાવી ગ્રુપના ટીના પટેલ, વસંત પટેલ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ યુવકને નદીમાંથી બહાર કાઢ્યો હતો. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે એક અજાણી મહિલાએ પણ આ જ બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી હતી. મહિલાની હજુ સુધી કોઈ ભાળ મળી નથી અને શોધખોળ ચાલુ છે. સ્થાનિક પોલીસે બંને ઘટનાઓની તપાસ શરૂ કરી છે.
