રાજકોટ4 કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોરના નવાપરામાં રહેતાં સંજયભાઇ લક્ષમણભાઇ બાવળીયા (ઉ.વ.30) નામના યુવાને સાંજે રૂમ બંધ કરી છતના હુકમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આગામી 22મીએ આ યુવાનના લગ્નની પ્રથમ વર્ષગાંઠ હતી એ પહેલાં તેણે આ પગલું ભરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ઉલ્લેખીનય છે કે, જુગાર રમવાની ટેવ ધરાવતી પત્ની અને સાસુ જુગાર રમવાના પૈસા માગી ધમકાવી તેમજ બાદમાં છુટાછેડા માગી જો 5 લાખ નહિ આપો તો બધાને પોલીસમાં ફીટ કરાવી દઇશું તેવી ધમકી આપતાં પત્ની-સાસુના ત્રાસને કારણે તે મરવા મજબૂર થયાનું પોલીસ તપાસમાં સામે આવતા આપઘાત કરવા મજબુર કરનાર પત્ની અને સાસુ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મૃતક બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો સંજયભાઇએ ગઇકાલે સાંજે