સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં સગીરા ઉપર બળાત્કાર અને અપરણની ફરિયાદ દાખલ થઈ હતી જેમાં આરોપી મોહમ્મદ વલીહુસેન ને સુરત કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ કર્યો છે.
.
27 જાન્યુઆરીના રોજ સુરતના સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં 16 વર્ષની સગીરાનો અપહરણ અંગે ફરિયાદ નોંધ આવી હતી. જેની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે સગીરા બિહારના ભાગલપુર જિલ્લામાં છે. જ્યાં પહોંચીને પોલીસે તપાસ કરી ત્યારે સગીરા અને તેના સાથે આરોપી મોહમ્મદ વલી હુસેન મળી આવેલ હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી પોસલાવી પોતાની સાથે લઈ જઈ અપારણ કર્યું હતું. એટલું જ નહીં તેણે અમદાવાદ સાણંદ જીઆઇડીસી ચરલ ગામમાં લઈ જઈ દુષ્કર્મ આચાર્ય હતું.
આ પ્રકરણમાં સુરત ફાસ્ટ ટ્રેક કોર્ટ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ કર્યો છે અને જો આરોપી દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સાદી કેદની સજા નો હુકમ કર્યો છે.