સુરતના હજીરા વિસ્તારમાં આવેલી એએમએનએસ કંપનીમાં બ્લાસ્ટ સાથે આગના પગલે ચારનું સળગી ભડથું થઈ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પરિવારજનો દ્વારા કંપનીના અધિકારીને બોલાવવામાં આવે અને ત્યારબાદ જ મૃતદેહ સ્વીકારવાની ચીમકી ઉચ્ચ
.
ઘટના શું હતી? સુરતના હજીરા ખાતે આવેલી એએમએનએસ ઈન્ડિયા કંપનીના લીકવીડ મેટલના ઓટોમેટિક કોરેક્સ 2 પ્લાન્ટમાં 31 ડિસેમ્બરના રોજ સાંજે બ્લાસ્ટ થતા હજીરા ગામ અને તેની આજુબાજુનો વિસ્તાર ધણધણી ગયો હતો અને પ્લાન્ટ નજીક લીફટમાં પસાર થઈ રહેલા ટેક્નિશીયન સહિત 5 કર્મચારીના મોત થયા હતા. ઘટનાને પગલે કંપનીના ફાયરના લાશ્કરો ઉપરાંત હજીરા પાલીસ સહિતનું તંત્ર દોડતું થઈ ગયું હતુ. કંપનીના અધિકારીઓ નહીં મળતા મૃતકના પરિવારજનોએ પોલીસ મથકે અને મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચતાં હોબાળો મચાવ્યો હતો.
આ ઘટનામાં તમામ મૃતદેહો એટલી હદે બળીને ભડથુ થઈ ગયા હતા કે તેઓને ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ હતી. જેથી તેઓના પરિવારજનોને આજે સિવિલ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને તેઓનું પરિવારજનને મેચ કરવા માટે બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા હતા. મૃતક જીગ્નેશ પારેખનાં ભાઈ નયન પારેખ,મૃતક ધવલકુમાર નાં પિતા નરેશભાઈ પટેલ,મૃતક સંદીપભાઈનાં પિતા અશોકભાઈ પટેલ જ્યારે ગણેશ બુધનાં ભાઈ શ્રીકૃષ્ણ બુધનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે ફોરેન્સિક વિભાગ દ્વારા મૃતકોના ડીએનએ સેમ્પલ લઈને પરિવારજનો સાથે મેચ કરવામાં આવશે અને ત્યારબાદ મૃતકોની ઓળખ વિધિ બાદ પરીવારજનોની મૃતદેહ સોંપવામાં આવશે.
સુરત સિવિલ હોસ્પિટલમાં મૃતકોના જે પરિવારના સેમ્પલ લેવામાં આવ્યા છે તેના રિપોર્ટ બે જાન્યુઆરી સાંજ સુધીમાં આવે તેવી શક્યતા છે. જેથી આ મૃતકોના પરિવારજનોને ભડથું થયેલા મૃતદેહમાંથી તેમના કયા પરિવારજન છે તે જાણવા મળશે. ઘટના બન્યાના 48 કલાક બાદ મૃતકોના પરિવારને પરિવારના સભ્ય મળે તેવી શક્યતા છે.
મળતી માહિતી પ્રમાણે, મૃતકોના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, કંપની દ્વારા તેમને ચારથી પાંચ કલાક બાદ આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. આ સાથે કોઈ જવાબદાર અધિકારી પણ સિવિલ હોસ્પિટલ ના પહોંચતા રોષ ફેલાયો હતો. બીજા દિવસે પણ કોઈ અધિકારી સિવિલ હોસ્પિટલ ન પહોંચતા વધુ આક્રોશમાં પરિવારજનો આવી ગયા હતા. તમામ તત્વોના પરિવારજનોને શાંત પાડવા માટે પોલીસે પણ પ્રયાસ કર્યા હતા. ત્યારબાદ 17 કલાકે પોલીસ દ્વારા મૃતકોના પરિવારજનાં બીએનએ સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ચારેયના પરિવારજનોના સભ્યના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
પરિવારજનોની માંગના પગલે પોલીસ દ્વારા એ એમ એન એસ કંપનીના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમની સાથે મૃતકોના પરિવારજનો ની મીટીંગ કરાવવામાં આવી હતી. જેમાં પરિવારજનો દ્વારા પોતાની રજૂઆત મૂકવામાં આવી હતી. જેમાં મૃતકના પરિવારજનોને નોકરી અને સહાય બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
હજીરા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ઘટના અંગે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ પરિવારના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. જ્યારે એફ એસ એલ સહિતની ટીમ દ્વારા એએમએનએસ કંપનીમાં તપાસ કરવામાં આવશે અને તેમના રિપોર્ટ બાદ જ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.