24 મે, 2019ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. તેમાં 22 માસુમ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. તક્ષશિલા કાંડ એ સુરતમાં ચાલતા ભ્રષ્ટાચારની જાણે ચાડી ખાતું હોય તેવો કાંડ સામે આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી મૃતકોના પરિવારજ
.
મૃતકોના પરિવારજનોએ શ્રદ્ધાંજલિ આપી તક્ષશિલા અગ્નિ કાર્ડની અંદર કેટલાય માસુમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગેરકાયદેસર રીતે આખું સ્ટ્રક્ચર ઊભું કરી દેવામાં આવ્યું હતું તેને કારણે આગ લાગી હતી, ત્યારે બાળકો પોતાનો જીવ બચાવીને બહાર પણ ભાગી શક્યા ન હતા. કેટલાય બાળકો આગમાં ભથ્થું થઈ ગયા હતા તો કેટલાય બાળકો પોતાનો જીવ બચાવવા માટે ઉપરથી નીચે કુદી પડતા મોતને ભેટ્યા હતા. આવા કરૂણ દૃશ્યો સુરતમાં ક્યારેય જોવા મળ્યા ન હતા. માત્ર કોર્પોરેશનના અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે આ ઘટના બની હોય તેવું સ્પષ્ટ થયું હતું. પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે અનેક વખત કાયદાકીય લડતને આગળ વધારી છે તેમજ શાસકો સામે પણ ન્યાય માટેની અપેક્ષા રાખી છે, પરંતુ હજી સુધી મૃતકોના પરિવારને ન્યાય મળ્યો નથી. આજે જ્યારે સ્મારક તૈયાર થઈ ગયું ત્યારે મૃતકોના પરિવારજનો સ્મારક પહોંચી શ્રદ્ધાંજલિ આપી હતી.
ન્યાયમાં સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં તક્ષશિલા કાંડમાં અગ્નિમાં હોમાયેલી યશ્વીના પિતા દિનેશ કેવડિયા જણાવ્યું કે, આજે અમે જ્યાં સ્મારક બનાવ્યું છે ત્યાં તમામ મૃતકોના પરિવારજનો સાથે પહોંચ્યા હતા. અમે અમારા બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. અમે હજી પણ ન્યાય માટે અમારી લડત ચાલુ રાખવાના છીએ ભલે આરોપીઓ અને જામીન મળી ગયા છે પરંતુ અમને ન્યાયની અપેક્ષા છે. આવનાર દિવસોમાં હું ફક્ત મારા વ્યક્તિગત યશ્વીના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તેના માટે હું પિટિશન કરવાનો છું. જે પણ આરોપી છે તેમને ઝડપથી સજા થાય તેના માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ.