– આદિવાસી
ખેડૂત પરિવારના બ્રેઈનડેડ અરૃણ ચૌરેના લીવર અને બે કિડનીનું દાનઃ સુરત નવી સિવિલ
ત્રણ દિવસમાં બીજું અંગદાન
સુરત,:
ડાંગ
જિલ્લાના અંતરિયાળ વાનરચોંડ ગામના આદિવાસી ખેડૂત પરિવારના બ્રેઈનડેડ ૧૭ વર્ષેનો
તરુણની બે કિડની અને એક લીવરનું દાન કરીને પરિવારે સમાજમાં નવીદિશા બતાવતીને
માનવતા દાખવી હતી. જોકે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૬૨મું સફળ અંગદાન થયું
હતું.
પ્રાપ્ત
વિગત મુજબ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના વાનરચોંડ ગામે રહેતા રતનભાઈ ચૌરેનો ૧૭
વર્ષીય પુત્ર અરૃણને ગત તા.૩જીએ રાતે રોડ અકસ્માત થતા ઇજા થઇ હતી. જેથી તેને
સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં વઘઈની સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે તેને
માથાના ભાગે ટ્રોમેટિક બ્રેઈન ઈન્જરીનું નિદાન થતા ડોકટરોએ વધુ સારવાર અર્થે
પ્રાઈવેટ હોસ્પિટલ રિફર કર્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે ૧૦૮માં સુરતની
નવી સિવિલ હોસ્પિટલમાં લાવતા દાલખ કર્યો હતો. ત્યાં બુધાવારે તેને સિવિલના
ડોકટરોની ટીમે બ્રેઈનડેડ જાહેર કર્યાે હતો.
આ અંગે
સિવિલના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ
ઈકબાલ કડીવાલાએ ચૌરે પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતા સમંતિ આપી હતી.
જેથી બ્રેઈનડેડ અરૃણભાઈની એક કિડની અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં, બીજી કિડની સુરતની ખાનગી હોસ્પિટલમાં તેમજ લીવર અમદાવાદની ઝાયડસ
હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. જયારે અરૃણની માતા પ્રેમિલાબેન છે. તેના બે
નાના ભાઈઓ છે. નવી સિવિલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે ત્રણ દિવસમાં બીજું અંગદાન
થયુ હતુ. આ સાથે સિવિલમાં અત્યાર સુધીમાં ૬૨મું અંગદાન થયું છે.