Surat News : ગુજરાતમાં મારામારી, હત્યા, દુષ્કર્મ સહિતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે સુરતમાં સમાજને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જેમાં કામરેજ તાલુકાના ખોલવડ ગામે 57 વર્ષના આધેડે 13 વર્ષની સગીરાને લિફ્ટમાં છેડતી કરી હતી. સમગ્ર ઘટના મામલે સગીરાએ તેના માતા-પિતાને જાણ કરી હતી. આ પછી દીકરીના વાલીએ કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આધેડની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.
13 વર્ષની સગીરાની છેડતી કરનાર 57 વર્ષીય આધેડની ધરપકડ
સુરતના કામરેજ તાલુકાના ખોલવડ ગામ ખાતે વિકૃતી ધરાવતા 57 વર્ષના આધેડે 13 વર્ષની સગીરા પર લિફ્ટમાં છેડતી કરી હતી. આધેડે સગીરા સાથે અડપલા કર્યા હતા. જ્યારે સગીરા તેના ઘરે જાય છે, ત્યારે આ મામલે તેના માતા-પિતાને જાણ કરે છે. આ પછી તેમને પોલીસમાં જાણ કરી હતી.
સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાની સાથે લિફ્ટના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. જેમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. આ પછી પોલીસે આધેડની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.