સુરતના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લુપ્ત થતા પશુ પક્ષી નિહાળવા મળે તે માટે સરથાણા ખાતે નેચર પાર્ક બનાવવામા આવ્યું છે. સુરત મહાનગ૨પાલિકાના ર્ડા. શ્યામાપ્રસાદ મુર્ખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, સરથાણા, નેચર પાર્ક બનાવ્યો છે. આ નેચર પાર્ક માં 6 ડિસેમ્બરના રોજ એક જળ બિલાડીએ એક સાથે સાત બચ્ચાને જન્મ આપ્યો હતો. ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના પ્રાણી સંગ્રહાલયમાં આવો કોઈ બનાવ બન્યો નથી તેથી પાલિકાના નેચર પાર્ક નો સ્ટાફ ખુશખુશાલ થઈ ગયો છે.
સુરતના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લુપ્ત થતા પશુ પક્ષી નિહાળવા મળે તે માટે સરથાણા ખાતે નેચર પાર્ક બનાવવામા આવ્યું છે. સુરત મહાનગ૨પાલિકાના ર્ડા. શ્યામાપ્રસાદ મુર્ખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, સરથાણા, નેચર પાર્કમાં જળ બિલાડીની જોડી પાલિકા માટે પ્રતિષ્ઠારુપ બની ગઈ છે. નેચર પાર્ક સરથાણા ખાતે કેપ્ટિવિટી માં રાખવામાં આવેલ જળ બિલાડી ઓ પૈકી એક માદા જળ બિલાડીએ એક સાથે સાત બચ્ચાને જન્મ આપ્યો છે તે ભારતમાં પહેલો બનાવ હોવાનું નેચર પાર્કના અધિકારીઓ જણાવી રહ્યાં છે.
સરથાણા નેચર પાર્કમાં 2008 થી શરૂ થયેલ બ્રેડિંગ માં આજદિન સુધી જળ બિલાડીમાં એક થી લઈ વધુ માં વધુ ચાર બચ્ચા ને જન્મ થતો હોવાનું નોધાયું હતું ત્યાર બાદ 6 ડિસેમ્બરના રોજ એક સાથે સાત બચ્ચાનો જન્મ થયો છે. ઝુના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આજદિન સુધીમાં આ પ્રથમ બનાવ છે કે જેમાં એક જળ બિલાડી એ એક સાથે સાત બચ્ચાને જન્મ આપ્યો હોય જે સુરત ઝૂ માટે ગર્વ ની બાબત છે.ભારતભર ના કોઈ ઝુ માં જળ બિલાડી નું સફળ બ્રિડિંગ થતું હોવાનો રેકોર્ડ નથી.હાલમાં માદા જળ બિલાડી તથા તેના બચ્ચા ને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવેલ છે.
સુરત ઝુ માં 2008 થી 2023 દરમ્યાન થયેલ સફળ બ્રિડિંગ થી થયેલ બચ્ચા કુલ 41 પૈકી 19 જલબીલાડી ભારતભરમાં અન્ય ઝૂ સાથે પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ એક્સચેન્જ કરી તેની સામે અન્ય પ્રાણીઓ મેળવવામાં આવી છે.