Accident on Ahmedabad-Mumbai highway : મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે પર એકસાથે 5 વાહનો વચ્ચે ટક્કર સર્જાઇ હતી. જેમાં બે ટ્રક અને ત્રણ કાર વચ્ચે ભયાનક ટક્કર થતાં નાસભાગ મચી ગઇ હતી. પાંચ વાહનો એકપછી એક ટકરાતા નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફીક પોલીસનો કાફલો તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાઇવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને ક્રેઇનની મદદથી વાહનો ખસેડવાની ફરજ પડી હતી. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી.
સુરત નજીકથી પસાર થતાં મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે અવાર-નવાર અકસ્માતોની ઘટનાઓ દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં માંગરોળના ધામડોદ પાસે એકસાથે પાંચ વાહનો ધડકાભેર અથડાતા મોટો અકસ્માત સજાર્યો હતો. જેમાં બે ટ્રક અને ત્રણ કારનો સમાવેશ થાય છે. આ અકસ્માતના પગલે દોડધામ મચી ગયો હતી અને આસપાસમાંથી લોકોનું ટોળું દોડી આવ્યું હતું. પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
અકસ્માતના બનાવની જાણ થતાં નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પાંચ વાહનો ધડાકાભેર અથડાતા તેમને છૂટા પાડવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી. જોકે અકસ્માત મોટો હોવાછતાં સદનસીબે કોઇ જાનહાનિ ન થતાં લોકોએ ભગવાનનો પાડ માન્યો હતો.
અકસ્માતના પગલે વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિકજામ સજાર્યો હતો. જેના લીધે અનેક મુસાફરો કલાકો સુધી અટવાઇ ગયા હતા. જોકે ટ્રાફિક પોલીસ ટીમે ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવો કરી હાઇવેને ખુલ્લો કર્યો હતો.