Surat Navratri : હિન્દુ તહેવારની ઉજવણીની સદીઓથી ચાલી આવતી પરંપરાને કારણે નાના વેપારીનું રોટેશન તહેવારોમાં થઈ રહ્યું છે.તહેવારોની માન્યતાને કારણે અનેક નાના વેપારીઓને તહેવાર દરમિયાન રોજીરોટી મળી રહી છે. તેમાં પણ રવિવારથી શરુ થયેલો ચૈત્રી નવરાત્રીનો તહેવાર માતાજીના મંદિરની આસપાસના નાના વેપારીઓ માટે સંજીવની સાબિત થઈ રહ્યો છે. મંદિર ની આસપાસના વેપારીઓની મંદી ઓછી થઈ આવક વધી રહી છ જેના કારણે નાના વેપારીઓ ખુશ થઈ રહ્યાં છે.
હાલ શરૂ થયેલા ચૈત્રી નવરાત્રીના કારણે સુરતીઓ વધુ શ્રદ્ધાળુ બન્યા છે રોજ હજારોની સંખ્યામાં માતાજીના મંદિરે ટેકવવા પહોંચી રહ્યાં છે. માતાજીના દર્શન માટે જતા ભક્તો માતાજીની પૂજા માટે શ્રીફળ ફુલ, હાર, કંકુ પ્રસાદ અને માતાજીના શણગાર લઈને મંદિરે જાય છે. નવરાત્રી દરમિયાન માતાજી ના મંદિરે આવનારા ભક્તોની ભીડ વધુ હોય છે તેથી મંદિર નજીકના દુકાનદારોને સારો એવો વકરો થઈ રહ્યો છે.
શહેરમાં માતાજીના મંદિરની નજીક ફુલ-પ્રસાદી અને ચુંડળીનું વેચાણ કરતા વેપારી કહે છે, શ્રાવણ મહિના પહેલાં ધંધામાં કોઈ ખાસ ઘરાકી રહેતી નથી. રવિવારે જાહેર રજાના દિવસે મંદિરોમાં ભક્તો આવતા હોય છે. પરંતુ હાલ નવરાત્રી શરૂ થઈ છે ત્યારથી સુરતમાં માતાજીના મંદિરમાં ભક્તો માટે સંજીવની બની રહ્યાં છે. હાલ ગરમી ભારે હોય મંદિરની આસપાસ ઠંડા પીણા : શરબત કે જ્યુસની દુકાનવાળાને પણ આવક થઈ રહી છે.
આ નવરાત્રી દરમિયાન માતાજીના ફોટા, તાંબા પિત્તળના વાસણો અને ચુંદડી અને સાડીનું પણ વેચાણ વધી જાય છે. આમ માતાજીના મંદિરની આસપાસ જે લોકો ધાર્મિક વસ્તુનો ધંધો કરે છે તેઓને પણ સારો ધંધો થઈ રહ્યો છે. માતાજીને ચઢાવવા માટે બંગડી-સાડી સહિતનો શણગાર સામાનનું વેચાણ પણ વધી રહ્યું છે. આમ માતાજીના મંદિરની આસપાસના વેપારીઓ માટે નવરાત્રી શુકનિયાળ બની જાય છે તેમની આ ઘરાકી દિવાળી સુધી રહેતી હોવાથી નાના ધંધાને જીવતદાન મળી રહ્યું છે.