Surat News: સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટની પર આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. CISF સેલના જવાન કિશન સિંહે એરપોર્ટના બાથરૂમમાં જઇ પોતાની બંદૂક વડે પેટના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.
અચાનક બાથરૂમમાં જઇ આત્મહત્યા કરી
મૃતક જવાન કિશન સિંહ મૂળ રાજસ્થાનનો વતની હતો અને એક વર્ષ પહેલાં જ તેના લગ્ન થયા હતા. કિશન સિંહને 2022માં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યો હતો. આજે બપોરે તેમણે સાથી કર્મચારીઓ સાથે વાતચીત કરી ત્યારે તે સઆમાન્ય હતા. પરંતુ અચાનક તેમણે બાથરૂમમાં જઇ બંદૂકની ગોળી ચલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગોળીનો અવાજ આવતાં સીઆઇએફએસના જવાનોએ બાથરૂમ તરફ દોડ મૂકી હતી. જોકે બાથરૂમ દરવાજો ન ખુલતાં સીઆઇએસએફના જવાનો બાથરૂમની છત પરથી અંદર કૂદ્યા હતા. બાથરૂમમાં પહોંચ્યા ત્યારે કિશનસિંહ જીવતા હતા, પરંતુ સારવાર અર્થે હોસ્પિટલ લઇ જતી વખતે તેમનું મોત નિપજ્યું હતું.
આપઘાતનું કારણ જાણી શકાયું નથી
મળતી માહિતી અનુસાર, સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવતા કિશનસિંહે બાથરૂમમાં જઈ બંદૂકથી પેટના ભાગે ગોળી મારી હતી. ઘટનાની જાણ થતા જ અન્ય જવાનો તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે, તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ જવાને ક્યા કારણોસર આપઘાત તેનું કારણ જણવા મળ્યું નથી. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.