મહિલાની સર્જરી માત્ર કોસ્મેટીક સર્જરી ગણાવી હતી, ગ્રાહક કોર્ટે લાઇફ સેવિંગ સર્જરી હોવાની રજૂઆત માન્ય રાખી
Updated: Dec 16th, 2023
સુરત
મહિલાની
સર્જરી માત્ર કોસ્મેટીક સર્જરી ગણાવી હતી,
ગ્રાહક કોર્ટે લાઇફ સેવિંગ સર્જરી હોવાની રજૂઆત માન્ય રાખી
મહીલા
વીમાદારની ઓબેસીટીની સર્જરીનો ક્લેઈમ
માત્ર કોસ્મેટીક સર્જરી ગણીને નકારનાર વીમા કંપીને સુરત જિલ્લા ગ્રાહક તકરાર
નિવારણ ફોરમના પ્રમુખ જજ આર.એલ.ઠક્કર તથા સભ્ય પૂર્વીબેન જોશીએ સર્જરી લાઇફ સેવિંગ
ગણાવીને કાપેલી ક્લેઇમની રકમ સહિત કુલ રૃ.1.61 લાખ વીમાદારને ચૂકવી આપવા હુકમ કર્યો
છે.
ફરિયાદી
નટવરલાલ સીંગવાલા પોતાની તથા પત્ની ઉર્મિલાબેનની
વર્ષ-2012થી ધી ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ કંપનીની મેડીક્લેઈમ પોલીસી હતી. જુન-2014માં મુંબઇની હોસ્પિટલમાં સારવારનો રૃા.56,667 ખર્ચ
થતા ક્લેઇમ કર્યો પણ માત્ર રૃા.15,530 વીમા કંપનીએ ચૂકવ્યા
હતા. વર્ષ-2025-16 ફરી તબિયત બગડતા સુરતની હોસ્પિટલમાં મેટાબોલીક સિન્દ્રોમ તથા મોરબીડ ઓબેસીટીની
સારવાર કરાવતા રૃા.3.09 લાખનો સારવાર ખર્ચ થતા ક્લેઇમ કર્યો
હતો પણ રૃા.41 હજાર કાપી લેવા હતા તેમજ મળવાપાત્ર રૃા.1.20 લાખનો ક્લેઇમ પોલીસી શરતના ભંગનું કારણ આપી નકારી કાઢયો હતો. જેથી
વીમાદારે ઈશાન શ્રેયશભાઈ દેસાઈ મારફતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. તેમાં
જણાવાયું કે, ફરિયાદીની
સર્જરી કોસ્મેટીક સર્જરી નહીં પરંતુ અન્ય બિમારી તથા બોડી માસ ઈન્ડેસ 46 હોઈ ઓબેસીટીની સારવાર ન કરાવે તો જીવન સામે જોખમ ઉભું થાય તે પ્રકારની
લાઈફ સેવીંગ સર્જરી હતી. જેને માન્ય રાખી
ગ્રાહક કોર્ટે કાપેલી ક્લેઇમની રકમ, મળવાપાત્ર રકમ ઉપરાંત
અરજીખર્ચ-હાલાકી બદલ રૃ.5 હજાર ચૂકવવા વીમા કંપનીને હુકમ
કર્યો હતો.