– વિદ્યાર્થીઓ ત્રણ મહિના ભણ્યા બાદ સ્કૂલ સંચાલકોએ સિસ્ટમ
ડી-ઇન્સ્ટોલ ન કરવા દેતા ડીઇઓએ પરિપત્ર કર્યો છતા સંચાલકો અડગ
સુરત
રાજયના
સમ્રગ શિક્ષા વિભાગ દ્વારા સુરત જિલ્લાની આઠ પ્રાથમિક ગ્રાન્ટેડ સ્કુલના ૫૦ થી વધુ
વર્ગોમાં સ્માર્ટ કલાસ માટે ટીવી સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરાવ્યા બાદ આ વિભાગને ત્રણ
મહિના પછીનવી યાદી જાહેર કરીને જુની સિસ્ટમ ડી-ઇન્સ્ટોલેશન કરીને સ્કુલમાંથી
સિસ્ટમ પરત લેવા ઓર્ડર કર્યો થે,
આ ઓર્ડરના સ્કુલ સંચાલકોએ વિરોધ કર્યો તો ડીઇઓએ પરિપત્ર કર્યો
તેમછતા સ્કુલ સંચાલકો ટસથી મસ થયા નથી. આખરે આ પ્રકરણ વાજતે ગાજતે રાજય શિક્ષણ
મંત્રીના દરબારમાં પહોંચ્યુ છે.
નવી
શિક્ષણ નીતિની સાથે જ સરકારી સ્કુલોમાં કે ગ્રાન્ટેડ સ્કુલોમાં ભણતા વિદ્યાર્થીઓ
પણ હાઇટેક બનીને સ્માર્ટ કલાસમાં ભણી શકે તે માટે રાજયના સમ્રગ શિક્ષા વિભાગ
દ્વારા એક જ્ઞાાાનકુંજ પ્રોજેકટ શરૃ કર્યો હતો. જેમાં સુરત જિલ્લામાં આવેલી આઠ
ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કુલોમાં ૫૦ થી વધુ વર્ગોમાં સ્માર્ટ કલાસ ઇન્સ્ટોલેશન
કરવામાં આવ્યા હતા. આ સ્માર્ટ કલાસ ઇન્સ્ટોલેશન કર્યા બાદ છેલ્લા ત્રણ મહિનાથી
વિદ્યાર્થીઓ આ કલાસમાં ભણી રહ્યા હતા. આ સિસ્ટમના કારણે વિદ્યાર્થીઓને ભણવાની પણ
મજા પડતી હતી. આમ સરકારનો ઉદેશ્ય વિદ્યાર્થીઓ સ્માર્ટ કલાસમાં ભણે તે સર થઇ રહ્યો
હતો. અને તેવામાં જ ૧૨.૨.૨૦૨૫ ના રોજ સમ્રગ શિક્ષા વિભાગ દ્વારા એક પરિપત્ર કરાયો
હતો. તેને લઇને વિવાદ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
આ
પરિપત્ર મુજબ કોઇ પણ સ્કુલમાં જુની યાદી મુજબ સ્માર્ટ કલાસ બન્યા હોય તો તેને
સ્થાને નવી સુધારેલી યાદી મુજબની સ્કુલોમાં સ્માર્ટ કલાસ ઇન્સ્ટોલેશન કરવાના
રહેશે. સાથે જ અગાઉ જુની યાદી મુજબ ઇન્સ્ટોલેશન થયેલ સામન પરત એકત્રિત કરવાનો
ઓર્ડર જિલ્લા શિક્ષણાધિકારી,
પ્રાથમિક શિક્ષાધિકારીને કરાયો હતો. અને જુની સ્કુલોમાંથી સ્માર્ટ
કલાસની સિસ્ટમ ડી-ઇન્સ્ટોલેશન કરવા માટે આર્મ ઇન્ફોટેક પ્રા.લિને કોન્ટ્રાક
આપવામાં આવ્યો હતો. આ એજન્સીના ટેકનીશયોનો સુરત જિલ્લાની સ્કુલોમાં જઇને ડી-ઇન્સ્ટોલેશનની
કામગીરી કરવા જતા સ્કુલ સંચાલકોએ તેમને અટકાવ્યા હતા. અને સ્માર્ટ કલાસની સામ્રગી
ડી-ઇન્સ્ટોલેશન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. એટલુ જ નહીં આ વિવાદ વાજતે ગાજતે સુરત
જિલ્લા શિક્ષણાધિકારી પાસે જતા તેમણે પરિપત્ર કરીને સ્માર્ટ કલાસની સામ્રગી
ડી-ઇન્સ્ટોલેશન કરીને લઇ જવા માટે હુકમ કર્યો હોવાછતા હજુ સુધી સ્કુલ સંચાલકોએ
ટસથી મસ થયા નથી. આખુ પ્રકરણ રાજય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા પાસે પહોંચ્યુ
છે. અને હજુ ત્યાંથી પણ કોઇ નિવેડો આવ્યો નથી. આમ સ્માર્ટ કલાસને લઇને વિવાદ થવાના
એંધાણ વર્તાઇ રહયા છે.
શિક્ષણ
બાબતે સરકારના ડિજિટલાઇઝેશનને વિપરીત અસર થશે : સ્કૂલ સંચાલકો
સ્કૂલ
સંચાલકો જણાવે છે કે છેલ્લા ત્રણ મહિનાથી આઠ સ્કુલોમાં ૫૦ થી વધુ વર્ગોમાં ૧૫૦૦ થી
વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. સિસ્ટમ તો ઇન્સ્ટોલેશન કરાઇ પરંતુ આ પાછળ સ્કુલોનો પણ
પાંચેક લાખનો ખર્ચો થયો છે. તમામ સ્કુલોમાં હાલ ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ ભણી રહ્યા
છે. આ પ્રીમીયમ સ્ક્રીમ અમારા માટે ખુબ જ આર્શીવાદરૃપ સાહિત થયેલ છે.જો કે આ સિસ્ટમ
પરત લેવાનો નિર્ણય કરતા જે વિદ્યાર્થીઓના અને શિક્ષણ હિત માટે ઘણી દુઃખદ બાબત છે. જો
આ સ્માર્ટ કલાસનું ડીઇન્સ્ટોલેશન કરવામાં આવશે તો લોકમાનસ પર રાજય સરકારની શિક્ષણ બાબતે
જે ડીજીટલાઝેશન ચાલે છે. તેની વિપરીત અસર પુરેપુરી થવાની સંભાવના રહેલી છે.
આ સ્કુલોમાંથી સ્માર્ટ ક્લાસ સિસ્ટમ
ડી-ઇન્સ્ટોલેશન કરવાનો પરિપત્ર થયો
(૧) પટેલઆર એસ વિદ્યાલય અપર પ્રાયમરી સ્કુલ ( કામરેજ)
(૨) વી આર કોસાડીયા અપર પ્રાયમરી સ્કુલ ( ( કામરેજ )
(૩) એમ એ પ્રાયમરી સ્કુલ ( કામરેજ )
(૪) મદરેસા ઇસ્લામ પ્રાયમરી સ્કુલ ( કામરેજ )
(૫) જી એમ પી સ્કુલ ( માંગરોળ )
(૬) એમ એમ કરોડીયા પ્રાયમરી સ્કુલ ( માંગરોળ )
(૭) ડી બી એચ પ્રાયમરી સ્કુલ ( પલસાણા)
(૮ ) સરદાર પટેલ પ્રાયમરી સ્કુલ ( પલસાણા )