– સૌથી
વધુ એ પોઝિટિવ અને એ-બી પોઝિટિવ બ્લડની અછત,
શહેરીજનોને સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ
સુરત,:
રક્તદાન
મહા દાન ગણવામાં આવે છે. તેવા સમયે સુરત શહેરમાં દિવાળી વેકેશનમાં દર વર્ષની જેમ આ
વર્ષે પણ તમામ બ્લડ ગુ્રપના રક્તની અછત વર્તાઇ રહી હોવાથી દર્દીઓને તકલીફ ન પડે તે
માટે બ્લડ કેમ્પ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરના નિતેશ
મહેતાએ જણાવ્યું કે, પ્રતિવર્ષ દિવાળીનાં તહેવારો અને વેકેશનનાં માહોલમાં સ્વૈચ્છિક રક્તદાન
શિબિરોનાં આયોજનો ખૂબ જ ઓછા પ્રમાણમાં થતાં હોય છે. છેલ્લા ૧૫ દિવસમાં ફક્ત ચાર
રક્તદાન શિબિર યોજાય છે. જેને લીધે રકતનાં વિવિધ ગુ્રપોની અછત જોવા મળે છે. હાલમાં
રક્તનાં તમામ ગુ્રપોની અછતમાં ખાસ કરીને એ પોઝિટિવ અને એ-બી પોઝિટિની તીવ્ર અછત
જોવા મળી રહી છે. જરૃરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે અને લોહીની અછતને
સંપૂર્ણપણે નિવારી શકાય તે હેતુસર તમામ સેવાભાવી સંસ્થાઓ, મંડળોને
રકતદાન શિબિરોનાં આયોજનો ગોઠવવા અને સ્વૈચ્છિક રક્તદાતાઓને રકતદાન કરવા અપીલ
કરવામાં આવી છે. પ્રતિમાસ સરેરાશ ૨૫૦૦ યુનિટ રક્ત એકત્રિતકરણની સામે નવેમ્બરમાં
દિવાળી વેકેશનને લીધે એવરેજ ૮૦૦ થી ૯૦૦ રક્ત યુનિટ એકત્રિત થયું છે.
લોક
સમર્પણ બ્લડ બેન્કના ડૉ.સુભાષભાઈ ખૈનીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમાં આ
વર્ષે પણ તમામ ગુ્રપના બ્લડની અછત વર્તાઇ રહી છે. જેથી જરૃરીયાતમંદ દર્દીઓની જીદગી
બચાવવા સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ કરી છે. આ સાથે સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં
પણ રક્તની અછત હોવાનું સુત્રો જણાવ્યું હતું.