Fire in Surat Textile Market : સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ દિવસ અને પીક અવર હોવાથી માર્કેટમાં લોકોની ભારે ભીડ હતી. આગની લાગવાના સમાચાર મળતાં લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરી હતી. આગના કારણે ભારે ધુમાડાને ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનામાં ગૂંગળામળના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જોકે એ.સી. કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હોવાનો કોલ મળતાં ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બેઝમેન્ટમાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં આગ પ્રસરી ગઇ હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગના લીધે ધુમાડાના ગોટેગોળા જોવા મળ્યા હતા. ધુમાડામાં ગુંગળામણના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
આ પણ વાંચો: કચ્છ પોલીસને મળી મોટી સફળતા, પાર્સલની આડમાં મંગાવેલો 140 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો
ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જણાઇ રહ્યું છે. આગ લાગી ત્યારે બેઝમેન્ટમાં 50થી વધુ લોકો હાજર હતા. આગ લાગતાં લોકોએ પોતાનો જીવ બચાવવા માટે રીતસરની અફરાતફરી મચાવી હતી. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી લોકોને બહાર કાઢ્યા હતા. આ આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે કેટલાક લોકોને ધુમાડાને લીધે ગુંગળામણની સમસ્યા સર્જાઇ છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.