એક વર્ષ પહેલા ટોળકીએ અડાજણ પાટીયાની હોટલ વે-વેઇટમાં બોલાવી રોકડ લઇ લીધા બાદ ગોલ્ડને બદલે કાગળના બંડલ પકડાવી દીધા હતા
Updated: Dec 30th, 2023
સુરત
એક વર્ષ પહેલા ટોળકીએ અડાજણ પાટીયાની હોટલ વે-વેઇટમાં
બોલાવી રોકડ લઇ લીધા બાદ ગોલ્ડને બદલે કાગળના બંડલ પકડાવી દીધા હતા
27 લાખમાં એક કીલો સોનું આપવાના નામે નાણાં મેળવી ઠગાઈ કરવાના કેસમાં રાંદેર
પોલીસની ધરપકડથી બચવા મહારાષ્ટ્રા થાણેવાસીએ કરેલી આગોતરા જામીનની માંગને એડીશ્નલ
સેશન્સ જજ દેવેન્દ્ર એસ.જોશીએ નકારીને તપાસ અધિકારીને અર્નેસ કુમાર વિ.સ્ટેટ ઓફ
બિહારના ચુકાદામા પ્રસ્થાપિત સિધ્ધાંતનું પાલન કરવા નિર્દેશ આપ્યો છે.
આજથી
એકાદ વર્ષ પહેલાં રાંદેર પોલીસની હદમાં રૃ.27 લાખમાં એક કીલો સોનું આપવાની લાલચ આપીને
27 લાખની ઠગાઈના કારસા અંગે આરોપી વિશાલ,અશોક જૈન તથા અન્ય બે શખ્શો સામે ઈપીકો-406,420 તથા 114ની ફરિયાદ નોધાવી હતી.જે મુજબ આરોપીઓએ એકબીજાના મેળા પિપણામાં ફરિયાદી તથા
તેના પત્નીને અડાજણ પાટીયા સ્થિત હોટેલ વે વેઈટમાં બોલાવીને નાણાં મેળવ્યા બાદ
સોનું આપવાના બદલે નાણાંના બદલે કાગળના બંડલ મુકી ઠગાઈના કારસો રચ્યો હતો.આ કેસમાં
રાંદેર પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી આરોપી પ્રકાશ કુલદીપ રાજપુત(રે.ઈન્દીરાનગર,થાણે મહારાષ્ટ્ર)એ આગોતરા જામીન માટે માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન
બચાવપક્ષે જણાવ્યું હતું કે સીઆરપીસી-41(1) મુજબ રાંદેર પોલીસની નોટીસના પગલે હાજર થઈને નિવેદન નોંધાવ્યું છે.મુંબઈ
ખાતેના કેસામં આરોપીને નિર્દોષ છોડવામાં આવ્યા છે.જેના વિરોધમાં સરકારપક્ષે
જણાવ્યું હતું કે આરોપીની મોબાઈલ લોકેશન ગુનાના સ્થળે મળી આવ્યું છે.મુખ્ય આરોપી
પ્રકાશ ઉર્ફે વિશાલે ગુનાને અંજામ આપ્યો છે.પરંતુ હાલના આરોપી ફરિયાદી સાથે સતત
ફોન પર વાતચીત ચાલુ રાખીને અન્ય આરોપીઓને આસપાસ દેખરેખ રાખવા જણાવી હોટેલમાં ડીલ
માટે મોકલ્યા હતા.આરોપીની સક્રીય ભુમિકા હોઈ આગોતરા જામીન રદ કરવા માંગ કરી હતી.જેને
કોર્ટે માન્ય રાખી આરોપીના આગોતરા જામીનની માંગને નકારી તપાસ અધિકારીને
ક્રિ.પ્રો.કોડની કલમ-41 તથા 41એ તથા
સુપ્રિમ કોર્ટના અર્નેસકુમાર વિ.સ્ટેટ ઓફ બિહારના ચુકાદાનું પાલન કરવા નિર્દેશ
આપ્યો છે.