Image: Facebook
સુરત મુંબઈ રેલવે લાઈન પર સિદ્ધાર્થ નગર રેલ્વે ઓવર બ્રિજ ભાજપ શાસકો ના માનીતા એવા અજય પ્રોટેક્ટને કામગીરી સોંપવામાં આવી હતી. આ બ્રિજની કામગીરી માટે 30 મહિના ની સમય મર્યાદા રાખવામાં આવી હતી. પરંતુ હાલમાં 62 મહિનાનો સમય થઈ ગયો હોવા છતાં કામગીરી 44. 66 ટકા જ થઈ છે આ ઈજારદારે 30 મહિના 63 માસ બાદ પણ 44 ટકા કામગીરી કરતા આખરે સ્થાયી સમિતિએ ઈજારદારને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. ઈજારદારને પાંચ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવા સાથે 5.37 ટકા કામગીરી માં જે વધારે ખર્ચ થશે તે બ્લેક લિસ્ટ ઈજારદાર પાસે વસૂલ કરવાનો નિર્ણય સ્થાયી સમિતિએ કર્યો છે.
સુરતની ટ્રાફિક સમસ્યા ઘટાડવા તથા 45 મીટર પહોળાઈ ધરાવતા રીંગરોડ માટે કડીરુપ સિદ્ધાર્થ નગર ફ્લાય ઓવર બ્રિજના કોન્ટ્રાક્ટરની નબળી અને ધીમી કામગીરીના કારણે ફરી એક વખત બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત રજુ કરવામા આવી છે. જૂન 2022માં ધીમી કામગીરી માટે બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત રજુ કરવામા આવી હતી પરંતુ ભાજપ શાસકો ના માનીતા કોન્ટ્રાક્ટર હોવાથી એજન્સીને બ્લેક લીસ્ટ કરવાની બદલે વધુ સમય ફાળવવામાં આવ્યો હતો. તેમ છતાં સિદ્ધાર્થ નગર રેલ્વે ઓવર બ્રિજ ની સમય મર્યાદા હતી 30 મહિના 63 માસ બાદ પણ કામગીરી 44 ટકા જ રહેતા ગઈકાલે સ્થાયી સમિતિએ પાંચ વર્ષ માટે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે માહિતી આપતા સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે કહ્યું હતું કે, સુરત મુંબઈ રેલવે લાઈન પર સિદ્ધાર્થ નગર રેલ્વે ઓવર બ્રિજ માટે 7 માર્ચ 2019 ના રોડ 59.42 કરોડના ખર્ચે રેલ્વે ઓવર બ્રિજની કામગીરી અજય પ્રોટેક્ટને સોંપવામાં આવી હતી. આ કામગીરી માટે 30 મહિનાની સમય મર્યાદા હતી પરંતુ 60 માસ બાદ પણ આ કામગીરી 44 ટકા કામગીરી થઈ છે અને હજી પણ 55.37 ટકા કામગીરી બાકી છે. ઈજારદાર અજય પ્રોટે્કટને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે તેની સાથે એજન્સીના 9.29 કરોડ રુપિયા સુરત પાલિકા પાસે બાકી છે તે ચુકવવામાં આવશે નહીં. નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ જે વધારાનો ખર્ચ થશે તે ખર્ચ ઈજારદાર પાસે વસુલ કરવામાં આવશે.
જોકે, રૂબરૂ હાજર રહેલા ઇજારદારે વધુ સમયની માંગણી કરી હતી પરંતુ ભૂતકાળમાં સમય આપવામાં આવ્યો હોવા છતાં તેઓ કામગીરી સારી કરી શક્યા ન હોવાથી તેમની માંગણી ગ્રાહ્ય રાખવામાં આવી નથી અને પાંચ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરી દેવામાં આવ્યા છે.