Surat News: સુરતના કાપોદ્રા વિસ્તાર એક પડોશીએ પડોશી મહિલાના ઘરમાં ઘુસી તેને વાળથી ખેંચી ક્રુર માર માર્યો છે. બાળકોની બાબતમાં આ ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળચી માહિતી અનુસાર, કોપોદ્રા પ્રભુ દર્શન સોસાયટી વિસ્તારમાં રમતા બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેમાં રસીલાબેન મકવાણા નામની મહિલાને બળદેવની પત્ની મયુરી ખતરાણી ઠપકો આપવા ગઈ હતી. આ જેને લઈને મયુરીના પતિ બળદેવ ખતરાણી ત્યાં દોડી આવ્યા હતા અને કશું બોલ્યા વિના સીધા રસીલા મકવાણાને મારવા લાગ્યા હતા. પોતાનો કાબૂ ગુમાવી મહિલાને ખરાબ રીતે વાળ ખેંચી માર માર્યો. મહિલાના હાથ ખેંચ્યા, વાળ ખેંચ્યા અને ઘરમાં ઘૂસી ઢોર માર માર્યો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં રસીલાબેન મકવાણાએ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે બળદેવ ખતરાણી અને તેની પત્ની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.