સુરત
પ્રમુખપદના ચાર દાવેદાર પૈકી એક ઉમેદવારે ઉપપ્રમુખ પદ માટે
ફોર્મ ભર્યું હોવા છતાં મંજુરી આપવામાં આવતાં ફોર્મ જોવા માંગણી કરી હતી
સુરત
જિલ્લા વકીલમંડળના આગામી વર્ષના પ્રમુખપદ માટેના ચાર દાવેદાર પૈકી એક દાવેદારનો ફોર્મમાં
ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભર્યાનું દર્શાવ્યું હોવા છતાં ટાઈપોગ્રાફીની ભુલ ગણીેને મંજુર
કરવામાં આવ્યું હતુ.જે ફોર્મને ઉમેદવારો તથા
મતદારને જોવા દેવા માટે કરવામાં આવેલી માંગને નકારતા મુખ્ય ચુંટણી કમિશ્નરની કાર્યવાહી
સામે બાર કાઉન્સિલમાં પડકારવામાં આવી છે.
આગામી
તા.20મી
ડીસેમ્બરના રોજ યોજાનાર સુરત જિલ્લા વકીલમંડળના 6 હોદ્દેદારો
તથા 11 કારોબારી સભ્યોની ચુંટણી દરમિયાન તા.9મી ડીસેમ્બરના રોજ ઉમેદવારોનો ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી.જે
દરમિયાન મુખ્ય ચુંટણી કમિશ્નર કમલનયન અસારાવાલા તથા સહાયક ચુંટણી કમિશ્નરની ટીમ
દ્વારા પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવનાર
ચાર પૈકી એક દાવેદારે પોતાના ફોર્મમાં ઉપપ્રમુખપદ માટે ચુંટણી લડતાં હોય તે રીતે
પ્રમુખને બદલે ઉપપ્રમુખ લખ્યું હતુ.તદુપરાંત એક અતિ ઉત્સાહી ઉમેદવારે પણ પોતે અગાઉ
જે હોદ્દા માટે ચુંટણી લડીને જીત્યા હતા તે જ પદ માટે ચુંટણી લડતા હોય તેવું
ફોર્મમા ંદર્શાવ્યું હતુ.તે સહિત અન્ય 17 જેટલા દાવેદારોના
ફોર્મમાં નાની મોટી ભુલો ચકાસણી દરમિયાન બહાર આવી હોવા છતાં તમામના ફોર્મ મંજુર
કરવામાં આવ્યા હતા.
જેથી
બાર એસો.ના સભ્ય કમલેશ રાવલે ચુંટણી કમિશ્નરની કાર્યવાહી સામે શંકાની સોય તાકીને
ઉમેદવારોની ગેરહાજરીમાં ફોર્મ ચકાસણી બાદ ભુલ ભરેલા ફોર્મને પણ મંજુરી આપવામાં આવી
હતી.જેથી ઉમેદવારોના ભુલ ભરેલા ફોર્મને ટાઈપોગ્રાફીની ભુલ ગણીને મંજુર આપવામાં
આવતા ઉમદેવારો તથા મતદારને સંબધિતફોર્મ જોવા માટે લેખિત માંગ કરી હતી.જો કે ચુંટણી
કમિશ્નરે બાર કાઉન્સિલ કે સુરત જિલ્લા વકીલમંડળના બંધારણમાં ફોર્મ ચકાસણી
માટે કે
ત્રાહિત વ્યક્તિને જોવા દેવા માટે કોઈ નિયમ ન હોવાનું જણાવી અરજી નકારી
કાઢી હતી.
જેથી
ચુંટણકમિશ્નરની કાર્યવાહીને અરજદારે બાર કાઉન્સિલમાં પડકારીને ચુંટણી કમિશ્નરની
કાર્યવાહી સામે શંકાની સોય દર્શાવીને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
બાર
એસો.ની ચુંટણીમાં ઝુકાવનાર ઉમેદવારોની જાહેર ડીબેટ યોજવા માંગણી
સીનીયર
વકીલ અલ્પેશ ઠક્કરના નેજા હેઠળ સંખ્યાબંધ વકીલોએ
ચુંટણી કમિશ્નર કમલનયન અસારાવાલાને લેખિતમાં રજુઆત કરીને ભાવિ ઉમેદવારોની જાહેરમાં
ડીબેટ યોજવા માંગ કરી છે.જેમાં દાવેદારી નોંધાવનાર ઉમેદવારોએઅ પોતે ક્યા કારણોસર ઉમેદવારી
કરી છે અને વકીલ મંડળના હિતમાં તેમની પાસે શું એજન્ડા રહેશે તેની જાહેર મંચ પરથી મતદાતા
વકીલોને જાણ કરવા માંગ કરી છે.દરેક ઉમેદવારને પાંચ મીનીટ માટે પોતાની રજુઆત કરવા દેવાની
માંગ કરી છે.તદુપરાંત હાલમાં કેટલાક ઉમેદવારો દ્વારા ચુંટણી પ્રચારના તબક્કા દરમિયાન
નીતિનિયમો નેવે મુકીને ડીનર ડીપ્લોસીના નામે પ્રલોભન આપીને મતદાતાઓને મત મેળવાના કૃત્ય
આચરી રહ્યા હોવાનું વકીલોના ધ્યાન પર આવ્યું છે.જેથી ચુંટણી કમિશ્નરને આવા ઉમેદવારો
વિરુધ્ધ ચુંટણી પ્રક્રિયાના નિયમોનો ઉલ્લંઘન કરવા બાબતે કડક કાર્યવાહી હાથ ધરવા માંગ
કરી છે.જે માટે તાકીદે ચુંટણી પ્રચાર માટેના નિયમોની રૃપરેખા બહાર પાડીને તેનો ભંગ
કરનાર ઉમેદવારો સામે દાખલારૃપ કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે.