Surat Textile Market Fire: સુરતના રીંગરોડ પર આવેલી શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગમાં વેપારીઓના કરોડનો માલ સ્વાહા થઈ ગયો હતો. આગ બાદ માર્કેટ પાસે ફાયર એન.ઓ.સી.અને ગેરકાયદે બાંધકામ અંગે ઈમ્પેક્ટ ફી મંજુર હોવાનું બહાર આવ્યું હતું. હવે આ આગને લઈને સંયુક્ત સર્વેના રિપોર્ટમાં ચોંકાવનારી ઘટસ્ફોટ થયો છે. જેમાં શહેરની અનેક માર્કેટોમાં ગેરકાયદે માળિયાઓ, ખૂંટી ભરાયેલી દુકાનો હોવાની વિગતો સામે છે.
પ્રાથમિક રિપોર્ટ સુરત મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યો
સુરતના રીંગરોડ પર આવેલી શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં 25મી ફેબ્રુઆરી આગ લાગી હતી. આ આંગ માંડ-માંડ 38 કલાક બાદ કાબૂમાં આવી છે. માર્કેટમાં લાગેલી આગને લઈને ફાયર વિભાગ, શહેર વિકાસ વિભાગ અને ઝોનલ ટીમે સર્વે હાથ ધર્યો હતો. જેનો પ્રાથમિક રિપોર્ટ સુરત મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવ્યો હતો. જેમાં શહેરની અનેક માર્કેટોમાં ગેરકાયદે માળીયાઓ, ખૂંટી ભરાયેલી દુકાનો હોવાનું સામે આવ્યું છે.
જેનો પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, સુરત શહેરન અનેક માર્કેટોમાં જરૂરી વેન્ટિલેશન ના હોવાનું પણ સામે આવ્યું છે. તો કેટલીક માર્કેટમાં પાર્કિંગની જગ્યા ગેરકાયદે દુકાનો અને ગોડાઉન બનાવાયા છે. બજાર વિસ્તારમાં ટેમ્પાઓ અને ફૂટપાથ પર ઉભેલા ખાણી-પીણીની લારીઓને કારણે એન્ટ્રી અને એક્ટિઝ રસ્તાઓ સાંકડા બની ગયા. માર્કેટોમાં NOC રિન્યૂ થવા છતાં અગ્નિ સલામતી માટેના સાધનો બિનકાર્યક્ષમ થઈ ગયા છે.