Four Year Old Girl Dies In Surat: રાજ્યમાં એક તરફ નબીરાઓએ બેફામ વાહન ચલાવીને કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે સુરતના કુંભારિયા વિસ્તારમાં એક કાર ચાલકે સોસાયટીના લોખંડનો દરવાજો સાથે કાર અથડાવી હતી. આ દરમિયાન એક ચાર વર્ષની બાળકી ગેટ પાસે રમી રહી હતી. ત્યારે અચાનક કારની ટક્કરથી ગેટ તેના માથે પડી જતાં બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
લોખંડનો ગેટ ચાર વર્ષીય રણજિતા પર પડ્યો
મળતી માહિતી અનુસાર,શહેરના કુંભારિયા વિસ્તારમાં આવેલા સુડા સહકાર આવાસના ગેટ નજીક બાળકો રમી રહ્યાં હતાં. આ દરમિયાન બેફામ થયેલા ચાલક કાર લઈને પસાર થયો હતો. જેણે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી કારને ગેટ સાથે અથડાવી હતી. જેથી લોખંડનો ગેટ ચાર વર્ષીય રણજિતા પર પડ્યો હતો. આ ઉપરાંત ગેટ પર ચાલકે કાર ચડાવી દીધી હતી, જેથી બાળકીનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું.
આ પણ વાંચો: સુરતમાં કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યું દુષ્કર્મઃ પીડિતા ગર્ભવતી બનતા ફૂટ્યો ભાંડો
આ ઘટનાની જાણ થતાં તરત જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી કાર ચાલક હરેશ ઓળખિયાની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી. રણજિતાના પિતા સોસાયટીમાં જ વોચમેન તરીકે ફરજ બજાવે છે. બાળકીની માતાના હૈયાફાટ રૂદનના દ્રશ્યો સર્જાયા છે.