Surat Police Transfer: ગુજરાતના સુરત શહેરમાં પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં એકસાથે 12 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવી છે. વહીવટી કારણોસર 12 બિનહથિયારી પોલીસ ઇન્સપેક્ટરની તાત્કાલિક ધોરણે આંતરિક બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
કોની-ક્યાં થઈ બદલી?
મળતી માહિતી મુજબ, સુરતમાં વહીવટી કારણોસર 12 PIની તાત્કાલિક અસરથી જાહેરહિતમાં આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં ઇકો સેલ PI એચ. કે. સોલંકી અઠવા પોલીસ સ્ટેશનમાં બદલી કરવમાં આવી છે. તેમજ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીઆઈ ડીડી. ચૌહાણની અલથાણા પોલીસ સ્ટેશનમાં, વરાછા પીઆઈ એ.એન ગાબાણીની AHTU માં તેમજ અડાજણ પોલીસ મથકના પીઆઈ આર.બી. ગોજિયાની વરાછા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉમરા પોલીસ મથકના પીઆઈ જે.જી પટેલની વિશેષ શાખામાં બદલી કરવામાં આવી છે.
સાયબર ક્રાઇમમાંથી ટ્રાફિક શાખામાં બદલી
આ સિવાય લાલગેટ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ કે. વી પટેલની ઉમરા પોલીસ સ્ટેશનમાં, સચિન GIDC પોલીસ સ્ટેશનના પીઆઈ જે. આર ચૌધરીની વિશેષ શાખામાં, વિશેષ શાખા અઇકોસેલના પીઆઈ કુલદીપસિંહ ગોહિલની સચિન GIDC પોલીસ સ્ટેશનમાં, સાયબર ક્રાઇમ પીઆઈ બંસરી પંચાલની ટ્રાફિક શાખામાં અને ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સપેક્ટર કુલદીપસિંહ ચાવડાની લસકાણા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.