Surat Police’s Notification For Uttarayan : સુરત પોલીસે લોકોના હિતને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણના બે મહિના પહેલાથી ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુરત પોલીસે જાહેરનામું બહાર પાડીને આગામી 16 જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ
સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે. જેમાં આગામી 16 જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક વ્યક્તિના મોત પછી જાહેરનામું જાહેર કરાયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે તહેવારમાં ઉશ્કેરણીજનક લખાણ અને મોટા અવાજે સ્પીકર વગાડવા રોક લગાવી દીધી છે.
જાહેરનામું 22 નવેમ્બરથી 16 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે
આજે શુક્રવારથી લાગુ કરવામાં આવેલા જાહેરનામાંમાં જણાવ્યું છે કે, ભયજનક ધાબા પર પતંગ ઉડાવી નહી. જેમાં સવારના 6થી 8 વાગ્યા સુધી પતંગ જ્યારે નાયલોન મટીરીયલથી કોટ કરેલી અને નોનબાયોડિગ્રેડેબલ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મૂકાયો છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાંનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.