– ડીંડોલીમા
22 વર્ષીય યુવાન તથા અમરોલીમાં 38 વર્ષીય
યુવાન અને પાલમાં 47 વર્ષેના આઘેડની તબિયત બગડતા મોત થયું
સુરત,:
સુરત
શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો
સતત વધી રહ્યા છે. તેવા સમયે ડીંડોલીમાં ૨૨
વર્ષીય યુવાન તથા અમરોલીમાં ૩૮ વર્ષીય યુવાન અને પાલમાં ૪૭ વર્ષેના આઘેડની અચાનક તબિયત
લથડતાં બેભાન થયા બાદ મોતને ભેટયા હતા.
સિવિલ અને
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડીંડોલીમાં દશામાતાના મંદિર પાસે ચિત્રકુટ સોસાયટીમાં
રહેતો ૨૨ વર્ષીય શિવમ તેરસભાઇ પટેલ બુધવારે બપોરે ઘરમાં અકાએક તબિયત બગાડતા બેભાન થઈ
ગયો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે
તેને મૃત જાહેર કર્યો હતો. જયારે તે મુળ ઉતરપ્રદેશમાં જોનપુરનો વતનથી એક માસ પહેલા
રોજી રોટી માટે સુરત આવ્યો હતો અને ડાંઇગ મિલમાં મજુરી કામ કરતો હતો. તેના લગ્ન ૧૦
માસ પહેલા થયા હતા. બીજા બનાવમાં અમરોલીમાં કોસાડ આવાસમાં રહેતો ૩૮ વર્ષીય મુકેશ શંકરભાઇ
રાઠોડને ગત રાતે ઘરમાં છાતીમાં દુઃખાવો થયો બાદ ચક્કર આવ્યા હતા. પછી તે બેભાન થઈ જતા
સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે
તેને મૃત જાહેર કર્યો હતો. જયારે તેની એક બહેન છે. તેની માતા ઘરે કામ કરે છે. તે છુટક
કામ કરતો હતો. ત્રીજા બનાવમાં પાલના ગૌરવપથ રોડ પર પ્રેસ્ટીજ રેવાન્ટા રેસીડન્સીમાં
રહેતા ૪૭ વર્ષના મદનલાલ મુક્તિલાલા સૈની ગત રાતે ઘરમાં સુઇ ગયા હતા. જોકે આજે સવારે
તે નહી ઉઠયો અને હલનચલન કરતો નહી હોવાથી તેના મિત્ર ચિંતાતુર થઇ ગયો હતો. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.
જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા. તે મુળ રાજસ્થાનમાં ઝુનઝુનનો વતની
હતા. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તે ટાઇલ્સ ફિંટીંગનું કામ કરતા હતા.