US Tariff: અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 26 ટકા જેટલા ઊંચા ટેરિફને પગલે સુરતની ઓળખ ગણાતા ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ પણ બાકાત નહીં રહેતા ઉદ્યોગકારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ટેરિફ મુદ્દે દરમિયાનગીરી યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવો ગણગણાટ શરૂ થયો છે. બીજી બાજુ ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ ઉપર થનારી માઠી અસરને પગલે માત્ર એક્સપોર્ટમાં ઘટાડો જ નહીં, પરંતુ તેની સીધી અસર સ્થાનિક અન્ય ઉદ્યોગ-ધંધા ઉપર જોવા મળશે એવો પણ મત ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો હતો.
સુરત ટેક્સટાઈલ-ડાયમંડ ઉદ્યોગમાં ફફડાટ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાની આર્થિક સ્વતંત્રતા ગણાવી વિશ્વના દેશ ઉપર લાદવામાં આવેલા ઊંચા ટેરિફમાંથી ભારત પણ બાકાત નથી રહ્યું. ભારતમાં લાદવામાં આવેલા 26 ટકા ટેરિફના પગલે સુરતની ઓળખ ગણાતો ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ પણ સકંજામાં આવ્યો છે અને ઉદ્યોગકારોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ટેક્સટાઇલ ઉદ્યોગકારોના મતે બાંગ્લાદેશ, થાઈલેન્ડ, વિયેતનામ અને ચાઈના જેવા દેશની સરખામણીમાં ભારતનો ટેરિફ ભલે ઓછો છે. પરંતુ બાંગ્લાદેશ, થાઇલેડન્ડ અને વિયેતનામ સહિતના દેશોમાં ગારમેન્ટ ઉદ્યોગ વધુ છે. જયારે ભારતમાં એમએમએફ (મેન મેઇડ ફાયબર) માં ભારત અગ્રેસર છે. અમેરિકામાં એમએમએફની જે કુલ આયાત થાય છે તેમાં ભારતનો હિસ્સો 30 ટકા છે. જેથી ટ્રમ્પે લાદેલા 26 ટકા ટેરિફથી ચૌક્કસપણે ટેક્સટાઈલ ઉદ્યોગ ઉપર માઠી અસર પડશે.
આ પણ વાંચોઃ અમદાવાદીઓ ગરમીનો પારો ઊંચકાશે!! તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું, આજથી 3 દિવસ યલો એલર્ટ
ફુગાવો વધવાની શક્યતા
ઊંચા ટેરિફના પગલે અમેરિકના ભાવમાં વધારો થવાની સાથે ફુગાવો વધવાની શક્યતા વચ્ચે માંગમાં ઘટાડો થશે. જેથી ભારતમાંથી એક્સપોર્ટમાં ઘટાડો થશે. જયારે ડાયમંડ ઉદ્યોગકારોના મતે જેમ અને જ્વેલરીમાં ભારતે વર્ષ 2023-24 માં 32.85 યુએસ બિલિયન ડોલરનો એક્સપોર્ટ કર્યો હતો. જેમાં અમેરિકાનો હિસ્સો 30.28 ટકા જેટલો હતો. જેથી કહી શકાય કે જેમ એન્ડ જવેલરી ક્ષેત્રમાં ભારતમાંથી સૌથી વધુ એક્સપોર્ટ અમેરિકામાં થાય છે.
વર્ષ 2014 માં ભારતમાંથી 11.84 અબજ ડોલરના ડાયમંડ, સોનું અને ચાંદીનું એક્સપોર્ટ કર્યું હતું. જેમાં અમેરિકામાં કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, પ્લેન ગોલ્ડ જવેલરી, સ્ટેડડ ગોલ્ડ જવેલરી અને ચાંદીના દાગીના સહિતનો 13.32 ટકા હિસ્સો હતો. જેથી કહી શકાય કે મેન મેઇડ ફાયબર જ નહીં પરંતુ, જેમ એન્ડ જવેલરી ક્ષેત્રમાં પણ ભારતમાંથી મહત્તમ એક્સપોર્ટ અમેરિકામાં થતી હોવાથી ઊંચા ટેરિફની સીધી અસર સુરતના બંને ઉદ્યોગ ઉપર જોવા મળશે. ઉપરાંત તેની સીધી અસર સ્થાનિક અન્ય ઉદ્યોગ-ધંધા ઉપર પણ જોવા મળશે.
સરકાર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરે તો એક્સપોર્ટમાં અવરોધ ઉભો નહીં થાય
વિવર અગ્રણી આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ભારત કરતા અન્ય દેશના ટેરિફ ભલે વધુ છે. પરંતુ બાંગ્લાદેશ, થાઈલેન્ડ, વિયેતનામ સહિતના દેશ ગારમેન્ટ ક્ષેત્રમાં છે પરંતુ ભારત એમએમએફ (મેન મેઇડ ફાયબર) ક્ષેત્રે અગ્રેસર છે. તેમાં પણ સુરતનો મહત્તમ ફાળો છે. ટેક્સટાઇલ ઉપરના ઉંચા ટેરિફ દરના કારણે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ ઉપર મોટી અસર પડશે. જો આ અસરથી બચવું હોય તો સરકારે એફટીએ (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) કરવો જોઈએ.
જેમ એન્ડ જવેલરીનો અમેરિકામાં એક્સપોર્ટમાં ઘટાડો થશે
ડાયમંડ ઉદ્યોગકાર દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2023-24 માં જેમ એન્ડ જવેલરી ક્ષેત્રમાં 32.85 યુ.એસ બિલિયન ડોલરના એક્સપોર્ટમાં અમેરિકાનો હિસ્સો 30.28 ટકા એટલે કે 9.95 બિલિયન ડોલર હતો. જે વર્ષ 2024-25 માં વધીને 11.58 બિલિયન ડોલર થવાની આશા હતી. પરંતુ, અમેરિકાના ઊંચા ટેરિફ દરના કારણે 11.58 બિલિયન ડોલર થવાની આશા નહીંવત જણાય રહી છે. જેની સીધી અસર જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ ઉપર જોવા મળશે.
આ પણ વાંચોઃ ડીસામાં બનેલા અગ્નિકાંડને પગલે ઔડા દ્વારા ફાયર NOC, B.U. વગરના ૧૦૦ એકમોને નોટિસ
ફાર્માસ્યૂટિકલ ઉદ્યોગ પર કોઈ અસર નહીં
ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ફાર્માસ્યૂટિકલ્સ ઉદ્યોગને ટેરિફમાંથી સાવ જ બાદ કરી દીધો હોવાથી ફાર્માસ્યૂટિકલ ઉદ્યોગ પર કોઈ જ અસર પડે તેમ ન હોવાનું ઈડમાના નેશનલ પ્રેસિડન્ટ વિરંચી શાહનું કહેવું છે. છે. અમેરિકાની ભારતમાંથી બનતી ક્વોલીટી દવાઓ અને સસ્તા ભાવની દવાઓની ખાસ જરૂર છે તેથી તેના પર કોઈ જ ટેરિફ લગાડવામાં આવ્યા નથી. અમેરિકાના અને તેની પરિસરના દેશોમાં ભારતમાંથી દવાઓની અને તેમાંય ખાસ કરીને પેટન્ટની સમયમર્યાદા વટાવી ચૂકેલી દવાઓની નિકાસ વધારે થાય છે.