– નવી
સિવિલ હોસ્પિટલમાં
– બાકડા
ઉપર મહિલાના ખભા ઉપર પુરૃષે હાથ મુકીને વિડીયો જોઇ છે, પુરુષ એમ્બ્યુલન્સ ચાલક હોવાની
ચર્ચા
સુરત,:
સુરતની નવી સિવિલના
પોસ્ટમોર્ટમ રૃમ ખાતે પુરૃષ અને મહિલા સાથે
બેસી મોબાઇલમાં અશ્લીલ વિડિયો જોતા હોય તેવો વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે.
પ્રાપ્ત વિગત મુજબ
નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસ ઝાડી ઝાંખરા કે જર્જરિત જેવા કેટલાક ક્વાર્ટર્સ કે ઓપીડી
કે વિભાગ બંધ સમયમાં તથા મોડી રાત દરમિયાન કર્મચારી કે બહારના પ્રેમી પંખીડાઓ રંગરેલીયા મનાવતા તથા આપત્તિજનક
સ્થિતિ કે કઢંગી હાલતમાં મળ્યાના કિસ્સા નોંધાયા છે. ઉપરાંત મહિલા કર્મચારી અન્ય સાથે
પ્રેમાલાપનો સહિતના કેટલાક વિડીયો પણ વાયરલ થયા હતા.
દરમિયાન હવે એક વિડીયો
વાયરલ થયો છે. તેમાં નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૃમ પાસે મુકેલા બાકડા ઉપર એક
પુરૃષે મહિલાના ખભા ઉપર હાથ મુકીને બેઠો હતો અને મહિલાના હાથમાં મોબોઇલ ફોન હતો. તે
સમયે ત્યાં નજીકના બાકડા બર કેટલાક વ્યકિત
બઠા હતા અને તે રોડ પર ધણા લોકો અવાર જવર કરતા
હતા. પણ બંને જણા મોબોઇલમાં અશ્લીલ વિડિયો
જોઇ મજા માણી રહ્યા હતા. વિડીયોમાં દેખાતો પુરુષ ખાનગી એમ્બ્યુલન્સનો ડ્રાઇવર હોવાની
ચર્ચા છે. નોધનીય છે કે, નવી સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ રૃમ ખાતે ખાનગી એમ્બ્યુલન્સના
ચાલકો આખો દિવસ પડયાપાથર્યા રહે છે. અગાઉ એમ્બ્યુલન્સવાળાઓ વચ્ચે મૃતદેહ લઇ જવાના મુદ્દે
લોહીયાળ ઝઘડો થયો હતો જેમાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.