Mangrol Love Birds Case: ગ્રીષ્માકાંડ જેવી જ ઘૃણાસ્પદ ઘટના સુરત જિલ્લાના માંગરોળ ખાતે બહાર આવી હતી. જોકે ચાર દિવસ પહેલા બોરિયા ગામ ખાતે કોલેજીયન યુવતીની પ્રેમીએ ચપ્પુના ગળા સહિત શરીર પર ઘા મારી હત્યા કરી હતી. બાદ પ્રેમીએ જાતે ગળા પર ચપ્પુ હુલાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. જોકે ત્યાં ઇએનટી સહિતના ડોકટરો ટીમે પ્રેમીના ગળા ભાગે 40 ટાંકા લઈ સર્જરી કરી બચાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે યુવતીની હત્યા કરનાર સુરેશ જોગીનો મીડિયો સામે આવ્યો છે. જેમાં તે યુવતી સાથે બ્રેકઅપ લઇને વાત કરી રહ્યો છે.