SMIMER Hospital-Medical College : સુરતની સ્મીમેર હોસ્પિટલ કોઈ કારણોસર વિવાદમાં ચર્ચાઈ રહેતી હોય છે. સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલના અમુક વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં બાલ્કનીમાં તાપણું કર્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જ્યારે હવે ફરી હોસ્ટેલ વિવાદમાં આવી છે.
હોસ્ટેલના વિદ્યાર્થીઓએ બાલ્કનીમાં કર્યું તાપણું
મળતી માહિતી મુજબ, સુરતની સ્મીમેર મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ અગાઉ પણ હોસ્ટેલને અડ્ડો બનાવી દીધો હોવાનું સામે આવ્યું હતું. તેવામાં હવે હોસ્ટેલના વિદ્યાર્થીઓ બાલ્કનીમાં તાપણું કર્યું હતું. તાપણું કરતી વખતે જો આગ વિકરાળ બની હોત અથવા કોઈ દુર્ઘટના ઘટી હોત તો… જવાબદાર કોણ? તેને લઈને વિવાદ સર્જાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આવતીકાલથી ત્રણ દિવસ માવઠાની આગાહી, કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ
અગાઉ પણ વિવાદમાં હતી કોલેજ
આ પહેલા સ્મીમેર મેડીકલ કોલેજની બોઈઝ હોસ્ટેલની કેન્ટીનમાં ગુણવત્તાયુક્ત ભોજન ન મળતું હોવાની વિદ્યાર્થીઓએ ફરિયાદો કરી હતી. આ પછી વહીવટીતંત્રને સમગ્ર મામલે યોગ્ય કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી. તેમજ પાલિકાએ ભાડુ-લાઈટ બિલ અને પેનલ્ટી સહિતની રકમ ભરવા તાકીદ કરી હતી. જેમાં કોઈ જવાબ ન આપતા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરાઈ હતી.