સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબલિક સ્કૂલની ધોરણ-8ની વિદ્યાર્થીની દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. સ્કૂલ ફી ન ભરી હોવાથી ત્રાસ આપવામાં આવતા વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાના આક્ષેપો થયા હતા. ત્યારબાદ DEO કચેરી દ્વારા કમિટી બનાવીને તપાસ કરવામાં
.
સ્કૂલના પ્રિન્સિપાલ ભૂતિયા હોવાનું સામે આવ્યું DEO કચેરીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા આદર્શ પબ્લિક સ્કૂલની અન્ય પોલ ખુલી ગઈ હતી. આ સ્કૂલ એક બંગલામાં ચાલતી હોવાની સૌથી પહેલી બેદરકારી સામે આવી હતી. આ સાથે જ સ્કૂલના પ્રિન્સિપાલ પણ ભૂતિયા હોવાનું સામે આવ્યું છે. આદર્શ પબ્લિક સ્કૂલમાં ઇમર્જન્સી સીડી નથી. સ્કૂલ પાસે પોતાનું રમતગમતનું મેદાન પણ નથી. જેના પગલે રમતગમત સહિતના અન્ય કાર્યક્રમો રોડ પર કરે છે. સ્કૂલમાં જ યુનિફોર્મનું વેચાણ કરવામાં આવતું હતું. સ્કૂલમાં ટોયલેટ સહિતની જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ તે નથી. આ તમામ બેદરકારીઓને લઈને DEO દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
બે દિવસની તપાસ બાદ DEOને કમિટીએ રિપોર્ટ સબમિટ કર્યો વિદ્યાર્થિનીએ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી. દીકરીના મોતને પગલે પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતાં શાળાના સંચાલકો દ્વારા ફી ન ભરી હોવાને કારણે વિદ્યાર્થિનીને સજાના ભાગ રૂપે વર્ગખંડમાં ન બેસવા દેતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. જોકે, આ મામલે જીલ્લા શિક્ષણ અધિકારીએ વર્ગ-2 અને વર્ગ-3ના પાંચ અધિકારીઓની તપાસ ટીમ બનાવી આ મામલે તપાસ હાથ ધરી હતી. બે દિવસની તપાસ બાદ રિપોર્ટ બનાવી DEOને સબમિટ કરી દેવામાં આવ્યો છે. હવે આ રિપોર્ટ સ્ટડી કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
શું હતી ઘટના? બે દિવસ પહેલા ગોડાદરા વિસ્તારમાં ધોરણ-8ની ભાવના રાજેશભાઈ ખટીક નામની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે વિદ્યાર્થીનીના પરિવારજનોએ આદર્શ પબ્લિક સ્કૂલ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, અમે ફી ન ભરી હતી તેથી મારી દીકરી સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવ્યું હતું અને તેને પરીક્ષા આપવા દેવામાં આવી ન હતી. જોકે, શાળા પરિવાર દ્વારા આ મામલે ખુલાસો આપતા કહેવામાં આવ્યુ હતું કે, અમે વિદ્યાર્થીને ફી મામલે ક્યારે વાત કરી નથી, અમે સીધી વાલીઓ સાથે જ વાત કરીએ છીએ. પરિવારજનો જ વિદ્યાર્થીનીને શાળાએ મોકલતા ન હતા.