સુરેન્દ્રનગર શહેરમાં વધતી વસ્તી, વાહનો અને ઔધોગીકરણને લીધે પ્રદુષણનું પ્રમાણ દિવસે દિવસે વધતુ જાય છે.જેમાં ઘણી વખત જિલ્લાનો હવામાં પ્રદુષણ આંક ઓરેન્જ એલર્ટ પોઇન્ટ સુધી વધી જતો હોય છે.ત્યારે જિલ્લા વાસીઓ સવારથી સાંજ સુધીમાં 100થી 133 સુધી હવાનું પ્રદુ
.
સુરેન્દ્રનગર શહેરમાં દિવસે દિવસે વધતા વાહનોની સંખ્યા સાથે વાતાવરણમાં હવા મોટા શહેરહેરજેવી બીનઆરોગ્ય પ્રદ બનતી જાય છે.જેમાં વધતી વસ્તી, વાહનોની સંખ્યા તથા ઉધોગનું પ્રદુષણને જિલ્લામાં એર ક્વોલીટી ઇન્ડેક્ષ જે વાતાવરણમાં પ્રદુષણ બતાવે તે દિવસે દિવસે વધતો જાય છે.જેમાં હાલ ઘટતા ભેજ અને હવાની ગતી વચ્ચે શહેરમાં હવાનું પ્રદુષણ વધતુ જાય છે.જેના કારણે શહેરભરમાં વાતાવરણ બપોરના 12 કલાકે જાણે વહેલી સવારની ધુમ્મસ હોય તેવુ સર્જાય છે.જેના કારણે એક કિમી દુરની વસ્તુ ધુંધળી દેખાય તેવી સ્થિતી સર્જાયુ છે.50 એક્યુઆઇના પોઇન્ટથી જો વાતાવરણમાં પ્રદુષણ હોય તો તે હવા બીન આરોગ્ય પ્રદ માનવામાં આવે છે.