તાજેતરમાં મલેશિયા ખાતે માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધામાં જવેલિન થ્રો વિભાગમાં ભારત દેશનુ ગૌરવ વધારતા સુરેન્દ્રનગર જિલ્લાના પી.ટી. ટીચર લાછુબેન પરમારનું એમની સ્કૂલમા સ્વાગત કરવામાં આવ્યું હતું. એમણે જવેલિન થ્રોમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે, તેમજ શોટ્યુટ, ડિસ
.
સુરેન્દ્રનગર શહેરના 51 વર્ષના મહિલા પી ટી શિક્ષકે મલેશિયા ખાતે આયોજીત માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં થ્રો વિભાગની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 36મી એશિયા માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધાનું તાજેતરમાં મલેશિયા કુલાલ્યુપર ખાતે 12, 13 ઓક્ટોબર 2024ના રોજ આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં દેશભરના સ્પર્ધકો સાથે જિલ્લાના સમસ્ત કારડિયા રાજપૂત સમાજ કન્યા કેળવણી ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી કન્યા વિદ્યાલય વઢવાણના પી.ટી. ટીચર લાછુબેન પરમાર એથ્લેટિકસ સ્પર્ધા થ્રો વિભાગમાં ભાગ લીધો હતો.
જેમાં જ્વેલિન થ્રોમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તેમજ શોટ્યુટ, ડિસ્કથ્રો, ચોથા-ચોથા ક્રમાક મેળવી ઉત્કૃષ્ઠ દેખાવ કરી ભારતનું તેમજ ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. આજરોજ મહિલા પી ટી શિક્ષક લાછુબેન પરમાર સરસ્વતી કન્યા વિદ્યાલય વઢવાણમાં આવતા તેમનું વિદ્યાલયની વિદ્યાર્થિની તેમજ શિક્ષકો દ્વારા તેમનું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું અને ત્યારબાદ શિક્ષકો અને વિદ્યાર્થી દ્વારા મીઠું મો કરાવીને અભિનંદન આપ્યા હતા.
સુરેન્દ્રનગરના લાછુબેન પરમારે મેળવેલ મેડલ તેમજ ઇન્ટરનેશનલ લેવલ પર ભારતનું નામ રોશન કર્યું છે. જેનો લીધે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુરેન્દ્રનગર રમત – ગમત કચેરી લીંબડી તેમજ શિક્ષકોમાં હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.